રજૂઆત:પોલીસ અને ગુંડાની મદદથી મકાન ખાલી કરાવ્યું, કોર્ટ હૂક્મ પછી પણ ફરિયાદ નહીં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીડિતાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને અને એ પછી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી

વિદ્યાનગરમાં મકાન કુટુંબના સભ્યોએ પોલીસ-ગુંડાઓની મદદથી ગત માર્ચમાં બળજબરીપૂર્વક ખાલી કરાવ્યું હતું. આ મામલે પીડિત મહિલાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને આણંદ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ માટે રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરાતા અંતે તેઓએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, કોર્ટે એક અઠવાડિયા અગાઉ કસુરવાર વિરૂદ્ધ ગુનો નોંધી દર પંદર દિવસે કોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ હજુ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

વિદ્યાનગરની બાવીસ ગામ સ્કુલ પાસે સંતોષકૃપા બંગલોઝમાં ફરિયાદી વૃિક્ષકાબેન અભિષેક માનેની વડિલોપાર્જીત મિલ્કત આવેલી છે. કોર્ટમાં આપેલી ફરિયાદ મુજબ તેમના સગા ફોઈ અને ફૂવાએ વર્ષ 1991માં વૃિક્ષકાના મૃત પિતાની ખોટી સહીઓ કરીને સીટી સર્વે ઓફિસમાં વારસાઈ કરાવ્યા વગર જ સીધો હક્ક કમી કરાવી દઈને મિલ્કત પોતાના નામે કરાવી દીધી હતી. અને વર્ષ 2014માં ગીરો હક્ક ઉઠાવી લીઘો હતો. ત્યારબાદ આ મિલ્કત વર્ષ 2020માં બિલ્ડર એવા પ્રિતેશ હસમુખ પટેલને વેચાણ દસ્તાવેજથી વેચી દીધી હતી.

ગત 15મી માર્ચે, આણંદ ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર સહિત અન્ય ગુંડાઓની હાજરીમાં તેઓએ વૃશ્રિકાબેન સાથે બિભત્સ વર્તન કરી ધાક-ધમકી આપી મિલકત ખાલી કરાવવા જણાવ્યું હતું. વધુમાં ઘરવખરીનો સામાન ફેંકી દઈને મિલ્કતનો કબ્જો લઈ લીઘો હતો.આ અંગે વૃિક્ષકાબેને વિદ્યાનગર પોલીસ સ્ટેશને અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી હતી.

આમ છતાં પણ કોઈ કાર્યવાહી ના કરાતાં તેમણે આણંદ જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગત 26મી ઓક્ટોબરે કોર્ટે પ્રભા ગણપત માને, પ્રિતેશ હર્ષદ પટેલ, સરોજ નીતીન ભોયર, નીતીન કૃષ્ણા ભોયર, રીટા અરૂણ ગુજરા અને પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...