તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આણંદ પાલિકાની 31મી માર્ચે બજેટ બેઠક મળશે

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ શહેરના કામોને વેગ આપવા માટે આગામી 31મી માર્ચે આણંદ નગર પાલિકાની બજેટ બેઠક યોજાશે.જેમાં નવા ચુંટાયેલા સભ્યોની ઉપસ્થિતમાં ચર્ચા વિચારણા કરાયા બાદ મંજુરીની મહોર લગાવવામાં આવશે. જો કે એપ્રિલ 15મીએ વિવિધ કમીટીઓ, કારોબારી, સામાજિક ન્યાય સમિતિઓની રચના કરાશે તેમ આણંદ પાલિકાના સુત્રોએ જણાવ્યુ હતુ.

આણંદ પાલિકામાં વર્ષ 2021 અને 2022ના અંદાજપત્રની બેઠક બોલાવવા માટે એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો.આગામી 31મી માર્ચે આણંદ નગર પાલિકાના સભા હોલ ખાતે બપોરે 12 કલાકે બજેટ બેઠક યોજાશે. જેમાં આણંદ શહેરના કામોને વેગ આપવા માટે પાલિકામાં નવા વરાયેલા મહિલા પ્રમુખ, ઉપ પ્રમુખની ચુંટણી બાદ બહાર પાડવામાં આવેલા એજન્ડાની ચર્ચા વિચારણા કરી બહુમતિ મળતા મંજુરીની મહોર મારવામાં આવશે.આગામી એપ્રિલ 15મીએ વિવિધ કમીટીઓ,કારોબારી, સામાજિક ન્યાય સમિતિઓની રચના કરાશે. જો કે આણંદ પાલિકા દ્વારા આગામી 31મી માર્ચે આણંદ નગર પાલિકાની બજેટ બેઠક યોજાનાર હોવાથી તમામ નવા ચુંટાયેલા સભ્યોને એજન્ડાની કોપી પહોંચાડી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો