તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લામાં વેક્સિનની કામગીરીમાં તેજી સોમવારે 25 હજાર લોકોને રસી મુકાઇ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આણંદ જિલ્લામાં બે સપ્તાહથી એક પણ કોરોના નવો કેસ ન નોંધાયો
  • છેલ્લા દસ દિવસમાં 1.90 લાખ લોકને વેક્સિન આપવામાં આવી

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર મંદ પડી ગઇ છે. છેલ્લા બે સપ્તાહથી એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.તેમજ છેલ્લા 5 દિવસથી એક પણ દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ નથી. વિદેશમાં પુન: કોરોનાઅે ગતિ પકડી છે અને ભારતમાં કેરળ સહિતના રાજયમાં કોરોના બેવડી ગતિઅે ત્રાટક્યો છે. તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પુન: સક્રિય ના બને તેમજ સંભવિત ત્રીજી લહેરની ઓછી અસર વર્તાય તેમાટે વેક્સિન કામગીરી તેજ બનાવી દીધી છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસમાં 1.90 લાખ લોકોને વેક્સિન ડોઝ આપી દેવામાં આવ્યો છે. સોમવારે જિલ્લાના 235 કેન્દ્રો પર 25516 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધી 12.95 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જયારે 4 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા તમામ પીએચસી કેન્દ્ર અને સરકારી દવાખાનામાં જરૂરી સુવિધા જેવી કે ઓક્જિન સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે. હાલમાં ચારથી વધુ પીએચસી કેન્દ્રમાં ઓક્જિન માટે પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. સાથેસાથે જરૂરી દવાઓ સ્ટોક પણ પુરતા પ્રમાણ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...