અજાણ્યા યુવકની લાશ:સોજીત્રાના દેવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી યુવકની લાશ મળી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી

સોજીત્રા તાલુકાના લીંબાસી બ્રાન્ચ દેવા ગામની સીમમાં ત્રેવીસ હજારનું નાળુ રેલવે ફાટક પાસેથી પસાર થતી કેનાલમાંથી 10 સપ્ટેબર 2022 ના સવારના સમયે અજાણ્યા 30 થી 35 વર્ષના આશરાના યુવકની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી. આ ઘટનાને લઈને લોકો ભેગા થઈ ગયા હતા.

આ અંગે નવાગામ પોસ્ટ વાળા ફળિયામાં રહેતા પ્રવિણસિંહ માનસિંહ રાઠોડે સોજીત્રા પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સ્થાનિક તરવૈયાની મદદથી યુવકની લાશ પાણીમાંથી બહાર કઢાવી જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ અંગે સોજીત્રા પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી મૃતક યુવકના વાલીવારસો ની શોધ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...