બોરસદના કિંખલોડ ગામે બેભાન હાલતમાં મળી આવેલા યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ અંગે ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
બોરસદ તાલુકાના કિખલોડ ગામ નજીક આવેલા એચ.પી. પેટ્રોલપંપ રોડ ઉપર થી 4 જાન્યુઆરી 2023 ના બપોર સમયે 45 વર્ષના આશરાનો એક અજાણ્યો યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો ભેગા થઈ ગયાં હતા બાદમાં તેને આંકલાવ સીએચસી સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે વડોદરા ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે વડોદરા ગોત્રી જનરલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર નિલેશ વસાવા એ ભાદરણ પોલીસ મથકે ટેલીફોનથી જાણ કરતાં ભાદરણ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.