મહિલાની લાશ મળી:પેટલાદના મોરડ ગામે કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદ તાલુકાના મોરડ ગામમાંથી પસાર થતી કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જે અંગે મહેળાવ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ડૂબી જતાં મોત થયાનું સામે આવ્યું છે. હાલ તેની ઓળખવિધિ માટે કાર્યવાહી ચાલી રહી છે.
કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું તારણ
​​​​​​​
પેટલાદના મોરડ ગામના લીંબડીયા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં બુધવારના રોજ અજાણી મહિલાની લાશ તરતી જોવા મળી હતી. આ અંગે અશોક પરમારે મહેળાવ પોલીસને જાણ કરતાં સાંજના સુમારે ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. લાશને બહાર કાઢી તપાસ કરતાં મૃતક મહિલા 45 વર્ષના આશરાની હતી અને કોઇ પણ કારણસર કેનાલમાં ડૂબી જવાથી તેનું મૃત્યું નિપજ્યું હતું.
​​​​​​​​​​​​​​મહિલાના પરિવારજનોની શોધખોળ શરૂ
આ અંગે મહેળાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પોલીસે આસપાસના પોલીસ સ્ટેશનમાં તસવીર મોકલી આપવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...