મોત:7 વર્ષ અગાઉ ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ ચિખોદરા પાસેથી મળ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશ્યલ મીડિયામાં ફોટો જોઈ જલુંધના સરપંચે અોળખ્યો

સાત વર્ષ અગાઉ ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ ચિખોદરા ચોકડી પાસેથી મળી આવ્યો હતો.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે, ત્રણેક દિવસ અગાઉ ચિખોદરા ચોકડી પાસેથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી મૃતદેહ હોય પોલીસ દ્વારા તેની ઓળખ માટેની કવાયત હાથ ધરી હતી. તેના વાલી-વારસ સુધી પહોંચી શકાય તે હેતુસર પોલીસ દ્વારા લાશના ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. આ સિવાય, પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મૃતદેહની અને તેના વાલી-વારસની ભાળ મેળવવા પ્રયાસ કરાયા હતા.

દરમિયાન, બુધવારે ખંભાત તાલુકાના જંલુધ ગામના સરપંચનો આણંદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસને તેમણે હકીકત જણાવતા કહ્યું હતું કે મૃતક તેમના ગામના પૂનમ અંબાલાલ સોલંકી છે અને તેમનો પુત્ર હાલ જલંુધ સ્થિત ભાથીજીવાળા ફળીયામાં રહે છે.

પોલીસે તમામ હકીકત જાણ્યા પછી તુરંત જ લાશની ઓળખ માટે તેમને આણંદ નગર પાલિકા હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જ્યાં પુત્ર રાજુ ઉર્ફે ભોલાએ પિતાને ઓળખી કાઢ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, સાત વર્ષ અગાઉ તેઓ કોઈને કંઈ કહ્યા વિના ઘરમાંથી નીકળી ગયા હતા. તેમની સઘન તપાસ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...