તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વિદ્યાનગર રોડ પંચાલ હોલ સામેથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે PM કરાવી વધુ તપાસ હાથ ધરી

આણંદ-વિદ્યાનગર રોડ ઉપર પંચાલ હોલ સામેના રોડ ઉપરથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા આણંદ ટાઉન પોલીસે મૃતદેહનો કબ્જાે મેળવી તેની ઓળખ માટે તપાસ કરતા મૃતક મોગરી ગામનો હોવાનું ખુલ્યું હતું. આણંદ-વિદ્યાનગર રોડ પર પંચાલ હોલ સામેના રોડ ઉપરથી એક 60 વર્ષના આશરાના અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ પડ્યો હોય જેની જાણ આણંદ ટાઉન પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરતા મૃતક મોગરી ગામનો નરસિંહભાઈ મણીભાઈ વાળંદ ઉ.વ.60 નો હોવાની ઓળખ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતક વૃદ્ધ મોગરી ગામનો છે પરંતુ તે પોતાના પરિવારની સાથે રહેતો ન હતો. આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો