તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મહિસાગરમાં ડુબેલા આણંદના યુવકનો 24 કલાકે મૃતદેહ મળ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુમાબુમ કરતા સ્થાનિકોએ 3 યુવકોને બચાવ્યા હતા

કાનોડ બ્રીજ પાસેથી મહિસાગર નદીમાં આણંદ રહીમાનગરના ચાર યુવકો સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે ચારે યુવકો નદીમાં ન્હાવા માટે પડવાની સાથે પાણીનો પ્રવાહ એકા એક વધી જતાં સ્થાનિકોએ ત્રણ યુવકો બુમાબુમ કરી મુકતા તેઓને બચાવી લીધા હતા. પરંતુ રહીમાનગરનો એક યુવકની તરવૈયાઓએ બીજા દિવસે શોધખોળ કરી 24 કલાકે મૃતદેહને બહાર કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આણંદ રહીમાનગર રહીશ સકીલભાઇએ જણાવેલ કે ઓવેશભાઇ વ્હોરા(ઉ.વ.22) મારા નાનો ભાઇ થાય છે.

પરિવારમાં ત્રણ બહેનો પણ છે. શુક્રવારે તેને મિત્રો સાથે કનોડ સ્નાન કરવા માટે મહી નદીએ ગયા હતા. કનોડ મહિસાગર નદીમાં ચાર યુવકો પૈકી ત્રણયુવકો પાણી ગરકાવ થતાંની સાથે બચાવી લેવ્યા હતા. આ અંગે અમોને જણ થતાં પરિવારજનો ઓવેશની શોધખોળ માટે નીકળી ગયા હતા. હાલમાં પોઇચા સહિત વડોદરા ફાયરબ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ કરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

વધુ માહિતી મુજબ આણંદ શહેરમાંથી નગરસેવક મહેશ વસાવા, ઇલ્યાસભાઇ આઝાદ સહિત મિત્ર મંડળ શોધખોળ માટે કાનોડ મહિસાગર નદીમાં કિનારે પહોંચી ગયા હતા. જો કે, મુસ્લિમ સમાજ દ્વારા પણ મૃતદેહ વહેલો મળી જાય તે માટે સોશ્યલ મીડીયામાં દુઆ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...