તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:આણંદના સુલતાનપુરા વિસ્તારમાં આવેલી મહી કેનાલમાંથી હત્યા કરેલા યુવકની લાશ મળી આવતાં ચકચાર, પોલીસે વાલી વારસાની શોધખોળ હાથ ધરી

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવકના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
 • હત્યા કરી મૃતદેહને પુરાવાના નાશ કરવા માટે કેનાલમાં ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તારણ

આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામે સુલતાનપુરા વિસ્તારમાં આવેલી મહી કેનાલમાંથી અજાણ્યા યુવકને ગળાના ભાગે અને શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહને પીએમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી યુવકના વાલી વારસાની શોઘખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નાપાડ વાંટા ગામના સુલતાનપુરા પાસેથી પસાર થતી મહી કેનાલમાં 30થી 35 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશુ રાવજીભાઇ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા ગયા હતા. આ ઘટના બાબતે પોલીસ તેમજ ફાયરબ્રીગેડને જાણ કરતાં ફાયરબ્રીગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આણંદ ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મૃતદેહ પર છાતીના ભાગે તેમજ જમણા પગમાં અને ગળાના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘાના નિશાન વાગેલા જણાયું હતું. વળી ગળાના ભાગે કાળા નિશાના પડેલા હતા અને નાકમાંથી લોહી પણ નીકળતુ હતું. જેથી કોઇ અજાણ્યા હત્યારાઓએ અજાણ્યા યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઘાતકી ઘા ઝીંકી તેના મૃતદેહને પુરાવાના નાશ કરવા માટે કેનાલમાં ફેંકી દીધી હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું હતું.

આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ઇપીકો કલમ 302,અને 201 મુજબ ગુનો નોંધી અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મૃતક યુવાનના ડાબા હાથે દીલ કોતરાવી તેમાં અંગ્રેજીમાં એમ.પી. લખેલુ હતું અને શરીરે ભોખરા કલરનું પેન્ટ પહેરેલુ હતું. જેથી પોલીસે આસપાસના વિસ્તારમાં અજાણ્યા યુવકની ઓળખની તપાસ કરવા છતાં તેની ઓળખ થઇ ન હતી. જેથી આણંદ ગ્રામ્ય પોલીસે તપાસ કરતાં મૃતક યુવાનની ઓળખ કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો