હત્યા કે આત્મહત્યા:ઉમરેઠના બેચરી ગામમાંથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ ત્રીજા દિવસે હમીદપુરા નજીક નહેરમાંથી મળ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના બેચરી ગામમાં રહેતી પરિણીતા ઘરેથી પિયર જવાનું કહી નિકળ્યાં બાદ ક્યાંક ચાલી ગઇ હતી. આ અંગે પરિવારજનોને મોડે મોડે ખ્યાલ આવતા તેઓ ચોંકી ગયાં હતાં અને શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં 3 દિવસ બાદ ઉમરેઠના હમીદપુરા નજીક નહેરમાં મહિલાનો તરતો મૃતદેહ મળતા ઓળખ કરવામાં આવી હતી.સવારે 8 વાગે મળેલ મૃતદેહનું પોલીસ કાર્યવાહીની ધીમી ગતિને કારણે બપોરે સુધી પણ પોસ્ટમોર્ટમ કરાયું ન હોઈ પરિવાજનોમાં અકળામણ ફેલાઈ હતી.જોકે આ આત્મહત્યાના કારણ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના બેચરી ગામમાં રહેતા સોનલ વિપુલભાઈ ચાવડા (ઉ.વ.26) સોમવાર સવારે ઘરેથી પિયર જવાનું કહી નિકળ્યાં હતાં. જોકે, થોડા સમય બાદ પિયરમાં તપાસ કરતાં તેઓ ત્યાં પહોંચ્યાં નહતાં. આથી, તેના પરિવારજનોને ચિંતા પેઠી હતી. આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ જ પત્તો લાગ્યો નહતો. આખરે આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.જે અંગે આજે સવારે હમીદપુરા નજીક નહેરમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગે પોલીસે પરિવારજનોને બોલાવી ઓળખ કરતા આ મૃતદેહ ગુમ થયેલ પરિણીતાનો જ હોવાનું પુરવાર થયું હતું.

ઉમરેઠ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.સવારે 8 વાગ્યાની આ ઘટના માં બોપોર સુધી પોસ્ટમોર્ટમ કરાયું ન હોઈ પરિવાજનો અકળાઈ ઉઠ્યા હતા.જોકે આ આપઘાત શંકાસ્પદ હોવાની વાતો ફેલાતા આણંદ ડીવાયએસપી જે.એન.પંચાલ પણ ઘટના સ્થળે પહોંચી ઘટના અને તપાસની વિગતો મેળવી હતી.જે બાદ પોલીસ કાર્યવાહીમાં ઝડપ જોવા મળી હતી.

મહત્વનું છે કે 25 વર્ષની યુવા અને બે સંતાનની માતાએ આપઘાત કેમ કર્યો ? આ ઘટના પાછળ ઘરેલુ હિંસા કે ઘર કંકાસ કારણભૂત છે કે કેમ ? સહિત આ અપઘાતનું સત્ય ચકાસવા પોલીસ દ્વારા સાસરી અને પિયર પક્ષના નિવેદન લેવાના પણ શરૂ કરાયા છે.પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...