તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અર્ધનગ્ન હાલતમાં મળેલા મૃતક યુવકની બાઈક ખંભાત બસ સ્ટેશનેથી મળી આવી

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • CCTV ફૂટેજ-મોબાઈલ ડેટાના આધારે તપાસ હાથ ધરી

ખંભાતના સોખડા રોડ પરથી સોમવારે સવારે માછીપુરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવક સાગર ભીખા માછીની અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, સમગ્ર બનાવનું રહસ્ય હજું ગુંચવાયેલું જ છે ત્યાં બીજા દિવસે બિનવારસી હાલતમાં મૃતક યુવકની બાઈક ખંભાત બસ સ્ટેન્ડમાંથી મળી આવી હતી. જોકે, સમગ્ર બનાવમાં હજુ તેનો મોબાઈલ મળ્યો નથી. જે સ્વીચ ઓફ જ આવે છે. આ બનાવ બાબતે વાત કરતાં ખંભાત શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ સી.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતક યુવકના મોત અંગે હજુ રહસ્ય છે. કેમ કે, તેને કોઈ ઈજાના ચિન્હ મળ્યા નથી.

આ ઉપરાંત તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે. તે અહીંયાથી કેવી રીતે મળ્યો, રાત્રિના તેની સાથે કોણ હતું, તથા સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેઈલના આધારે ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન, રવિવારના દિવસે માછીપુરાનો યુવક સાગર ઘરે અડધો કલાકમાં આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યો નહોતો. દરમિયાન, બીજી તરફ પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરતાં તેનો અર્ધનગ્ન હાલતમાં સોખડા રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. હજુ તેના મોતનું કારણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...