તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાંચીયા પોલીસ કર્મચારી અને તેના પત્નીના બેન્ક ખાતાની તપાસ કરાશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખોટાં સોગંદનામામાં ફરિયાદ ન કરવા માટે 50 હજારની લાંચ માંગી હતી
  • કોર્ટે પોલીસકર્મીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પેટલાદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆરડી મહીપતસિંહને આણંદ એસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.આ અંગે વાત કરતાં તપાસ અધિકારી પીએસઆઈ એમ. રાજપુતે જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી પાડ્યા બાદ તેનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં તે સરકારી મકાનમાં રહે છે. અગાઉ ખેડા એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ તો તેના ઘરમાંથી કંઈ મળી આવ્યું નથી. જોકે, જરૂર જણાશે તો ઘરમાં તપાસ કરાશે.

આ ઉપરાંત, તે કેટલાં બે ખાતા ધરાવે છે, તેના પત્નીના નામે કેટલાં બેન્ક ખાતા છે અને કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તે તમામ હકીકતો ચકાસવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ખોટા સોગંદનામામાં ફરિયાદ ન કરવા સારૂં ફરિયાદી યુવક પાસેથી મહીપતસિંહે રૂપિયા 50 હજારની લાંચ માંગી હતી. જે લાંચ સ્વીકારતાં તેનો વચેટીયો રાહુલ રબારી એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે પોલીસ આરોપી ફરાર થઈ ગયો હતો. જેને એસીબીએ પાંચ દિવસ બાદ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...