તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાના વાદળો:માઠા સમાચાર,સપ્તાહ સુધી સારા વરસાદની આશા નથી, એક તરફ નહેરોમાં પાણી બંધ બીજી બાજુ મેઘરાજા રીસાતા ચરોતરના ધરતીપુત્રો સંકટમાં

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં વરસાદની અછતને કારણે આ વર્ષે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ નહેરોમાં પાણીની કટોકટી સર્જાતા ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવાનો સામનો આવ્યો છે. ત્યારે આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર પંથકમાં હજુ એક સપ્તાહ સુધી સાર્વત્રિક વરસાદના કોઇ એંધાણ નથી. અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ હજુ સુધી આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં પૂરતો વરસાદ થયો નથી. અેમા પણ જો વાત કરવામાં આવે આણંદ જિલ્લાની ગત વર્ષે ઓગસ્ટ માસના અંત સુધીમાં 114.75 ટકા વરસાદ પડ્યો હતો.

જો કે, ચાલુ વર્ષે માત્ર 48.10 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડા જિલ્લામાં ગત વર્ષે 93.39 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે માત્ર 36.15 વરસાદ વરસ્યો છે.ત્યારે આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના અધિકારી મનોજ લુંણાગરીયાના જણાવ્યા અનુસાર હાલ પંથક સહિત રાજ્યમાં ડ્રાઈ વેધર સેલ કન્ડીશન લાંબી હોવાથી વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ હજી સુધી સક્રિય નથી.

જેને લઈને આગામી સપ્તાહ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે. ચરોતર પંથકમાં આગામી સપ્તાહ સુધી ક્યાંક છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદની કોઇ સંભાવના નથી. જેને લઈને પંથકના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવવા લાગી છે.

હવામાનનું અગામી 5 દિ’નું આગોતરૂ અનુમાન
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર અાગામી પાંચ દિવસો દરમિયાન આણંદ-ખેડા સહિતસમગ્ર પંથકનું હવામાન મુખ્યત્વે વાદળછાયું અને ભેજવાળું રહેશે. તેમજ પંથકમાં છુટા છવાયા જગ્યાઅે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તેમજ પંથકમાં મહત્તમ તાપમાન 31 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા છે. તાપમાન 30 ડિગ્રીથી વધુ હોય ત્યારે ડાંગરના પાકને બચાવવા માટે ખેડૂતોઅે આંતરે દિવસે પાણીનો છંટકાવ કરવો જોઈઅે તેમજ તમાકુનું ધરૂવાડીયુ હાલ પુરતું મુલત્વી રાખી વરસાદાની રાહ જોવી રહી.

અન્ય સમાચારો પણ છે...