તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વલાસણમાં ઝાંડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળતા ચકચાર, શિશુને પાલિકા હોસ્ટિપલમાં સારવાર હેઠળ ખસેડ્યું

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના વલાસણમાં શનિવારે બપોરે ઝાંડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી. વિદ્યાનગર પોલીસે અજાણી સ્ત્રી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, બાળક હાલ સ્વસ્થ છે અને તે પાલિકા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. તેને નડિયાદની માતૃછાયા સંસ્થામાં સોંપવામાં આવશે.વલાસણ સ્થિત નવા મહાદેવ પાછળ લવારીયા કુઈમાં નિરંજનભાઈ રમેશભાઈ પટેલ રહે છે. શનિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓ ખેતરમાંથી કામ કરી ઘરે પાણી પીવા માટે આવ્યા હતા.

એ સમયે તેમને બાળકના રડવાનો અવાજ આવતાં તેમણે તપાસ કરી હતી. જેમાં તેમના ઘરની પાસેની દિવાલ પાસે ઝાંડી ઝાંખરામાં એક નવજાત બાળક પ્લાસ્ટીકના કોથળામાં મળી આવ્યું હતું. તેમણે આ અંગેની જાણ વિદ્યાનગર પોલીસ અને 108ને કરતાં તુરંત જ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને બાળકને પાલિકા હોસ્પિટલમાં ખસેડ્યું હતું. બીજી તરફ વિદ્યાનગર પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...