કામગીરી:આણંદમાં વાહનોના નંબરની સિરીઝનું ઓક્શન શરૂ થશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 11 થી 13મી જુન સુધીમાં રજી. કરાશે

આણંદ આરટીઓ કચેરી દ્વારા પસંદગીના બાઈકના નંબર માટે નવી નવી સિરીઝ માટે ઉપરાંત જુની સિરીઝ માટેની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરાશે. જેના માટે વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી parivahan.gov.in પર ફેન્સી નંબરમાં જઇ બિડિંગમાં ભાગ લઇ શકશે. તા. 11મી જુન થી 13મી જુન સુધી ઇ-ઓક્શન માટે ઓનલાઇન રજિ. કરાવી સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. તા.14 થી 18 જુન સુધી ઓનલાઇન બીડીંગ કરવાનું રહેશે એમ RTO દ્વારા જણાવવામાં આવ્યું છે.

અગામી 19મી જુન સુધી ફોર્મ એ.આર.ટી.ઓ. કચેરીમાં જમા કરાવવાના રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. જે અરજદારે ખરીદી સમયથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવાજ વાહન માલિકો ભાગ લઇ શકશે, એમ આણંદના વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...