કાર્યવાહી:વીજ કંપનીની ટીમ પર હુમલો, લાઇનમેનને રૂમમાં પૂરી દીધો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધૈર્યપુરામાં અહી ચેકીંગ કરવા નહીં આવવાનું કહી ધમકી
  • અન્ય ટીમ આવતાં લાઇનમેનનો છુટકારો, 3 સામે ગુનો નોંધાયો

પેટલાદ તાલુકાના રંગાઈપુરા ટેરેસા પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પાઉલભાઈ પરમાર પેટલાદ ટાઉન એમજીવીસીએલ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 12 વર્ષથી આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવે છે. શનિવારના સવારના છ વાગ્યા સમયે તેઓ તથા જુનિયર ઇજનેર નવલકુમાર જયંતીભાઈ ઝાલા, ભરતસિંહ ગણપતસિંહ પઢીયાર ઇન્ચાર્જ આસિસ્ટન્ટ, પેટલાદ સીટી સબ ડિવિઝન ની ટીમ તથા બીજી ચાર ટીમ અલગ અલગ જગ્યાએથી મળી કુલ પાંચ ટીમ તારાપુર સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ની કામગીરી માટે નીકળી હતી.

બાદમાં તેમની ટીમ ધૈર્યપુરા ગામમાં આવેલા મંદિર ફળિયામાં ચેકિંગની કામગીરી કરવા માટે ગઈ હતી. જ્યાં તપાસ કરતા પ્રતાપભાઈ દેવજીભાઈ ચૌહાણ ડાયરેક્ટ વીજ વપરાશ કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. બાદમાં પ્રતાપભાઈ દેવજીભાઈ ચૌહાણ તથા અન્ય બે જણાઅે ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ઞડદાપાટુ નો માર માર્યો હતો. આ ઘટનાને લઈને લોકો ભેગા થઈ ગયા હતા.

બાદમાં ત્રણેય ઈસમો એ ભેઞા મળી ગમે તેમ બોલી ફરીથી ચેકિંગ કરવા માટે અહીં આવવું નહીં તમે કહી ગેરકાયદેસર લગાડેલ વીજ તાર ખેંચી નાખ્યો હતો.અને લાઈન મેન દિનેશભાઈને ઘરમાં ખેંચી લઈ જઈ એક રૂમમાં બંધ કરી દીધા હતા. થોડો સમય બાદ એમજીવીસીએલની ટીમના સભ્યો આવી જતા તેઓએ દિનેશભાઈ પરમાર ને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. પેટલાદ રૂરલ પોલીસે 3 વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...