તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:આજથી પીપળાવ ખાતે આશાપુરી મંદિર ખુલશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમિયાન રાજ્ય સહિત સમગ્ર પંથકના મંદિરો અને ધાર્મિક સ્થાનો પણ બંધ હતા.ત્યારે હવે અનલોક બાદ ધીમે ધીમે સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિરો એક બાદ એક ખુલી રહ્યા છે.ત્યારે આણંદ જિલ્લાનું સુપ્રસિદ્વ યાત્રાધામ પીપળાવનું આશાપુરી મંદિર શુક્રવારથી એટલે કે, આજથી જાહેર લોકો માટે ખુલ્લા કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. પ્રદક્ષિણા અને પ્રસાદ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ મંદિર ભક્તો માટે સવારે 8.30થી સાંજે 6.00 વાગ્યા સુધી ખુલ્લુ મુકાશે. ભક્તો 5 મિનિટથી વધારે મંદિર પરિષરમાં રોકાઇ શકશે નહી.તેમજ મંદિરમાં શ્રીફળ, પ્રસાદ, ચુંદડી ચઢાવવામાં આવશે નહીં. તેમજ મંદિરમાં ફરજીયાત પણે માસ્ક પહેરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...