હવામાન:ચરોતરમાં ઠંડીનું આગમન, લઘુત્તમ તાપમાન 23.05 ડિગ્રી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચરોતરમાં એક સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ચાર દિવસમાં 5 ડિગ્રી અને મહતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રાત્રિનું તાપમાન ઘટતા રાતના 10 વાગ્યા બાદ શહેર સહિત જિલ્લામાં ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. આમ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. વિધિવત રીતે શિયાળાની શરૂઆત નવેમ્બરના પ્રથમ સપ્તાહથી થવાની સંભાવના આણંદ કૃષિ હવામાન વિભાગે વ્યકત કરી છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 34 ડિગ્રી, લઘુતમ તાપમાન 23.05 ડિગ્રી નોધાયું અને પવનની ગતિ 2.05 કિમી નોંધાઇ છે. જયારે ભેજ 88 ટકા નોંધાયો છે. આગામી એક સપ્તાહ સુધી વાતાવરણ મિશ્ર રહેશે. ત્યારબાદ લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ પહોંચશે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં સામાન્ય વધઘટ નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...