તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તકરાર:આર્મી મેજરે અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઈ પત્નીને માર માર્યો

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ પાસેના કરમસદ ખાતે કળશ પાર્ટી પ્લોટની સામે રહેતા અનિલકુમાર ચૌધરી અને મંજુલાબેન ચૌધરીની દીકરી નિકિતાબેને વર્ષ 2009માં અમદાવાદ ખાતે અભ્યાસ દરમિયાન મૂળ પંજાબ મોહાલીના અમનસીંગ જશવીંદરસીંગ સાથે સંપર્ક થયો હતો. આર્મીમાં ફરજ બજાવતા અમરસિંહ અમનસીંગ ટ્રેનિંગમાં આવ્યા ત્યારે બંને વચ્ચે પ્રથમ પરિચય અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ વર્ષ 2012માં ચંડીગઢ ખાતે શીખ ધર્મના રીતિરિવાજ મુજબ પ્રેમલગ્ન કર્યા હતા. અમનસીંગ આર્મીમાં ફરજ બજાવતા હોય લગ્ન બાદ તેઓની પોસ્ટિંગ પટિયાલા ખાતે થતા પત્ની નિકિતાબેન પતિ સાથે ત્રણ મહિના સુધી પટિયાલા રહ્યા હતા. પરણિતાના પતિ અમનસીંગ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો ધરાવતા હોઈ તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા. વર્ષ 2016માં નિકીતાબેન પોતાના પિયર કરમસદ આવ્યા ત્યારે પણ અન્ય યુવતીના ફોન આવતા હતા. જેને પગલે તેમણે તેઓના પતિને વારંવાર સમજાવવા છતાં અન્ય સ્ત્રીઓ સાથેના આ સબંધો બંધ કરી દેવાને બદલે ચાલુ જ રાખ્યા હતા. વધુમાં તેમને શારીરિ-માનસિક ત્રાસ આપ્યો હતો. અવાર-નવાર માનસિક ત્રાસ અને બાદમાં છુટાછેડા માટે ધાક-ધમકીઓ આપવાનું શરૂ કરી દેતાં પરણિતાએ આખરે પતિ સામે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો