તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Announcement Of Rapid Vaccination Of Youth In The District Also Deprived 76 Per Cent Of The Elderly Of A Second Dose Of The Vaccine

કોરોના રસીથી વંચિત:જિલ્લામાં યુવાનોને ઝડપથી રસીકરણની જાહેરાત પણ 76 ટકા વૃદ્ધો વેક્સિનના બીજા ડોઝથી વંચિત

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોરસદમાં વૃદ્ધ દંપતીએ કોરોનાની વેક્સિન માટે અનેક કેન્દ્રો પર ધક્કા ખાવા પડી રહ્યા છે. - Divya Bhaskar
બોરસદમાં વૃદ્ધ દંપતીએ કોરોનાની વેક્સિન માટે અનેક કેન્દ્રો પર ધક્કા ખાવા પડી રહ્યા છે.
  • કુલ 3.50 લાખ વૃદ્ધમાંથી 1.75 લાખને પ્રથમ અને માત્ર 85 હજારને બંને ડોઝ અપાયા
  • તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા ન હોવાથી રસીથી વંચિત ; પરાં વિસ્તારના વૃધ્ધોને 5 કિમીનો ફેરો

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 18 થી 45 વર્ષની વય જૂથના યુવાનોને આવતીકાલે શુક્રવારથી દરરોજ સવા બે લાખ જેટલા રસીના ડોઝ આપવાની જાહેરાત કરી છે પણ આણંદ જિલ્લામાં કોરોના સંદર્ભમાં સૌથી જોખમી વય જૂથમાં આવતા વૃદ્ધો ભગવાન ભરોસે છે. કુલ 3.50 લાખ વૃદ્ધમાંથી માત્ર 88 હજારનો જ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાની કુલ 21 લાખની જન સંખ્યામાં 3.50 લાખ વૃધ્ધોનો સમાવેશ થાય છે. તંત્રએ શરૂમાં વૃદ્ધોના રસીકરણ માટે ઝુંબેશ ઉપાડી હતી પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં 18 થી 44 વર્ષની વયજૂથનાઓ માટે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાતા આણંદ જિલ્લામાં વૃદ્ધો હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. કુલ 3.50 લાખમાંથી 1.75 લાખને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે બીજો ડોઝ માત્ર 24 ટકા એટલેે કે 85 હજાર લોકોને જ અપાયો છે. ડોકટરના જણાવ્યા પ્રમાણે કોરોનામાં વૃધ્ધો માટે ખતરો છે. આ તમામ બાબતો હોવા છતાં વૃધ્ધો માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.

આણંદ શહેરમાં વૃધ્ધોને રસી મુકાવી હોય તો બે થી ત્રણ કિમી દૂર જવું પડે છે. જયારે ગ્રામ્ય િવસ્તારોમાં 10 કે 12 ગામો વચ્ચે એક પીએચસી કેન્દ્ર છે. જેથી પરા વિસ્તારમાં રહેતા વૃધ્ધોને 10 કિમી દૂર જવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં સરકારી આંકડા મુજબ કોરોના કુલ કેસ 9354 નોંધાયા છે. જેમાંથી સરકારી ચોપડે માત્ર 47 લોકોના કોરોનામાં મોત નિપજયા છે. જેમાંથી 15 વૃધ્ધોનો સમાવેશ થાય છે. જયારે નોન કોવિડમાં અત્યાર સુધી 875 લોકોના મોત છેલ્લા દોઢ વર્ષમાં નિપજયા છે. જેમાં 370થી વધુ વૃધ્ધોનો સમાવેશ થાય છે.

10 ગામો વચ્ચેે એક PHC કેન્દ્ર: વેક્સિનના ઓછા જથ્થાની બૂમરાડ

પ્રથમ કે બીજા ડોઝ માટે વૃદ્ધ દંપતીને સપ્તાહથી ધરમધક્કા
​​​​​​​​​​​​​​
બોરસદ શહેરમાં મનુભાઇ અંબાલાલ દરજી (ઉ.વ.65) અને સુધાબેન દરજીએ વેક્સિન મુકાવવા માટે ધક્કા ખાવા પડ્યાં છે. મનુભાઇએ પહેલી રસી માર્ચ માસમાં લીધી હતી. જયારે બીજી રસી માટે અનેક મુશ્કેલીનો પડી રહી છે. તેમની પત્નીને પ્રથમ ડોઝ મુકવાનો છે, પણ બુકિંગ મળતું નથી. તેમજ રસીકરણ કેન્દ્ર પર જાય તો રસી હોતી નથી. આવા વૃધ્ધો માટે તંત્રએ સ્પેશિયલ આયોજન કરવું જોઇએ.

આણંદ જિલ્લામાં હાલ માત્ર 39 કેન્દ્ર કાર્યરત
​​​​​​​આણંદ જિલ્લામાં શરૂઆતમાં 260 વધુ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર 39 રસીકરણ કેન્દ્ર છે. કેટલાંક પીએચસી કેન્દ્ર પર રસીકરણ બંધ કરી દેવામાં આવ્યું છે.જેના કારણે 60 વર્ષથી ઉપરના લોકોને રસીમુકવવા માટે ભટકવાનો વખત આવ્યો છે. કેટલાક ગામોના પરા વિસ્તારમાં રસીકરણ થયું જ નથી.

ફ્લેશ બેક : જિલ્લામાં પોલિયો મુક્તિ માટે 460થી વધુ બુથ સ્થપાયા હતા
​​​​​​​
​​​​​​​સમગ્ર દેશમાં ત્રણેક દાયકા પહેલા પોલિયોએ માથુ ઉંચકયું હતું અને ઘર ઘરમાં તેના કેસ જોવા મળતા હતા. ત્યારે પોલિયો નાબુદી માટે લાખો બૂથ ઉભા કરવામાં આવ્યા હતા. જે અતર્ગત આણંદ જિલ્લામાં પણ 460થી વધુ બુથ સ્થપાયા હતા. લોકોને ઘરે ઘરે જઈને રસી મુકવાનું અભિયાન બે દાયકા સુધી ચાલ્યું હતું. ત્યારે દેશ પોલિયો મુક્ત બન્યો હતો. કોરોના સામે લડવા માટે પણ આવી વ્યવસ્થા થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...