તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Anand Trader Lodged A Complaint Against The Three, Including The Father And Son, In Connection With The Incident, Causing A Loss Of Rs 87 Lakh To The Traders

ફટાકડાંમાં આગ પ્રકરણ:આણંદ વેપારીએ બનાવ મામલે પિતા–પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી, વેપારીઓને 87 લાખ જેટલું નુકસાન થયું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રહેણાંક વિસ્તારમાં દારૂખાનાનો જથ્થો રાખી માનવ જીંદગી ખતરામાં મુકવાનો ગુનો નોંધ્યો

આણંદ શહેરમાં 9મી ઓગષ્ટના રોજ ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગના કારણે બે કોમ્પ્લેક્સના દુકાનદારોને ભારે નુક

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

સાન થયું હતું. આ અંગે વહીવટી તંત્ર હજુ નક્કી નથી કરી શક્યું કે જથ્થો કાયદેસર હતો કે ગેરકાયદેસર. પરંતુ પોતાની રોજગારી ગુમાવનારા વેપારીઓએ આ ઘટના સંદર્ભે જવાબદાર પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ આપી છે. જે સંદર્ભે આણંદ શહેર પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ માટે ચક્રોગતિમાન કર્યાં છે. આ ફરિયાદમાં દાવા મુજબ વેપારીઓને 87 લાખની માતબર રકમનું નુકસાન થયું છે.

આણંદ શહેરના હાર્દસમા મુખ્ય બજારમાં નગરપાલિકા સામે આવેલા લક્ષ ઇમ્પીરીયા કોમ્પ્લેક્સમાં ફટાકડાંના ગોડાઉનમાં 9મી ઓગષ્ટના રોજ ભયંકર આગ ભડકી હતી. આ આગ એટલી ભયંકર હતી કે બાજુના કોમ્પ્લેક્સને પણ ઝપેટમાં લઇ લીધું હતું અને ઇલેક્ટ્રોનિક્સના વેપારીનો મુદ્દામાલ ખાખ કરી નાખ્યો હતો. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તપાસના ઘોડા દોડાવવામાં આવ્યાં હતાં. પરંતુ હજુ આ બધુ હજુ કાગળ પર જ ચાલી રહ્યું છે. બીજી તરફ આ આગમાં રોજગારી ગુમાવનારા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. દોઢ વર્ષથી લોકડાઉનના કારણે વેપાર શરૂ કરી શક્યાં નહતાં. તહેવાર ટાણે હજુ દુકાનો ખોલી ગ્રાહકોની રાહ જોઇ રહેલા કોમ્પ્લેક્સના વેપારીઓનો ધંધો ફરી ઠપ થઇ ગયો છે. જેના પગલે કરોડોનું નુકસાન થયું છે.

આણંદ પાલિકા નજીક આવેલા મયુર ફટાકડા સેલ્સ નામની દુકાનની આગમાં આસપાસની ચારથી પાંચ દુકાનો જ્વાળાની ઝપેટમાં આવી ગઈ હતી. દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોની જીંદગી ખતરામાં મુકાઈ હતી. બાજુમાં આવેલા સ્પાન ઈલેકટ્રોનીક દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું. જેથી તે દુકાનના માલિક હિતેશભાઈ વિજયભાઈ મોહાનીએ આણંદ ટાઉન પોલીસ મથકે મયુર ફટાકડાં સેલ્સના માલિક સુનીલ ઉર્ફે સોનુ ખટવાણી, મોહિત સુનીલ ખટવાણી અને કનૈયાલાલ ખટવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદમાં જણાવ્યાનુસાર, મયુર સેલ્સના જવાબદારોએ રહેણાંક વિસ્તારમાં દુકાનદારે પરવાના કરતા વધુ માલ ગોડાઉન બનાવી અને શેડ બનાવી ભર્યો હતો. આમ રહેણાંક વિસ્તારમાં દારુખાનાનો જથ્થો રાખી ન શકાય તેમ જાણતા હોવા છતાં મોટા પ્રમાણમાં દારુખાનાનો જથ્થો ભરીને આજુબાજુના દુકાનદારો સહિત ગ્રાહકો અને સ્થાનિક રહીશોની જીંદગી ખતરામાં મુકી હતી. ગત 9મી ઓગષ્ટના રોજ લક્ષ ઈમ્પીરીયલ કોમ્પલેક્ષમાં આવેલ મયુર સેલ્સ ફટાકડાનીદુકાનમાં આગ લાગતા ગોડાઉન સહિતનો શેડ આગની ઝપેટમાં આવી જતા આ વિસ્તારમાં આવેલી પાંચેક દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી અને રસ્તેથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

આ આગમાં સ્પાન ઈલેક્ટ્રોનિક્સમાં 40 લાખનું નુકસાન તથા પાણીનો મારો કરવાથી ઈલેક્ટ્રીક સાધન સામગ્રીની 30 લાખનો નુકસાન તેમજ નજીકમાં આવેલી મસાલાની દુકાનમાં ચાર લાખનો તથા રમકડાની દુકાનમાં બે લાખનો તથા કાપડની દુકાનમાં દસ લાખનું નુકસાન થયું હતું. જે બાબતે હિતેશભાઈ વિજયભાઈ મોહાણીએ આણંદ ટાઉન પોલીસ મથકે સુનીલ ઉર્ફે સોનુ કનૈયાલાલ ખટવાણી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 286, 427, 114 તથા એક્સપ્લોઝીવ એક્ટ 1884 ની કલમ 9(1)(બી) મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પિતા – પુત્રના નામે પરવાનો લીધો હતો, શેડ બાંધી વધારાનો જથ્થો ભરી દીધો

સોનુભાઈ સિંધીએ પોતાના પિતા કનૈયાલાલ ખટવાણી તથા પોતાના દિકરી મોહિત ખટવાણીના નામના પરવાના આધારે લક્ષ ઇમ્પીરીયા કોમ્પ્લેક્સમાં ફટાકડાના વેચાણ માટે તેમને જે દુકાનની પરવાનગી આપવામાં આવી હતી. તે દુકાનો ઉપરાંત વધારાની જગ્યામાં શેડ બાંધી તેમાં તથા બીજા માળે આવેલા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડા રાખી, આવું કરવાથી કોમ્પ્લેક્સમાં કામ કરતા માણસોની તથા ખરીદી માટે આવનારા માણસો, બીજા આસપાસના માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇને નાની – મોટી ઇજા થવાની સંભાવના હોવાનું જાણતા હોવા છતાં યોગ્ય કાળજી ન રાખી ફટાકડાનો વેપાર દરમિયાન બેદરકારી રાખતા આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે અકસ્માતના કારણે મારા સ્પાન બિલ્ડીંગ તથા લક્ષ ઇમ્પીરીયા કોમ્પ્લેક્સમાં દુકાનો ધરાવતા વેપારીઓનું નુકસાન થયું હતું.

જર્જરિત કોમ્પ્લેક્સના કારણે દુકાનદારોનો ધંધો ઠપ

આણંદ શહેરના મુખ્ય માર્કેટ વિસ્તારમાં આવેલા લક્ષ ઇમ્પીરીયા કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા બાદ સમગ્ર બિલ્ડીંગ જર્જરિત બની ગયું છે. જેના કારણે ફટાકડાં ઉપરાંત અન્ય વેપારીઓનો ધંધો પણ ઠપ થઇ ગયો છે. દોઢ વર્ષ કોરોનામાં વેપાર ગુમાવનારા વેપારીઓ ધંધાની આશાએ હજુ દુકાનો ખોલી જ હતી. આગકાંડ થતાં પડતા પર પાટુ પડ્યું હોય વેપાર માટે પણ નવી જગ્યા શોધવાનો વખત આવ્યો છે. નવરાત્રી અને દિવાળી માથે હોય આણંદમાં મિલકતના ભાડામાં પણ જંગી વધારો થયો છે, તેવા સમયે ફરીથી મોકાની જગ્યાએ વેપાર શરૂ કરવા માટે નવી મુડીની જરૂર ઉભી થઈ છે. ફટાકડાના વેપારીની સામાન્ય ભુલના કારણે અનેક ઘરોમાં આર્થીક સંકડામણ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...