તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વકરતી સ્થિતિ:ખરીદી માટે આણંદના બજારોમાં મોડી સાંજે ભારે ભીડ ઉમટી પડી

આણંદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદમાં સાંજના ન્યુઝ ચેનલો ઉપર સમાચાર જોયા બાદ લોકડાઉન થશે તેવી વાત વહેતી થતાંઆણંદ શહેરમાં સરદાર ગંજ સહીતના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનમાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
આણંદમાં સાંજના ન્યુઝ ચેનલો ઉપર સમાચાર જોયા બાદ લોકડાઉન થશે તેવી વાત વહેતી થતાંઆણંદ શહેરમાં સરદાર ગંજ સહીતના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનમાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
 • લોકડાઉનની સંભાવનાથી લોકોમાં ગભરાટ ફેલાયો
 • જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી માટે ઉમટયા

રાજયમાં કોરોના કેસમાં ભારે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા રાજય સરકારને કોરોના પર કાબુ મેળવવા ટુંકાગાળાની લોકડાઉનની ટકોર કરી છે. જેના પગલે રાજય સરકાર દ્વારા બેઠક બોલાવીને તે અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. જેના પગલે લોકડાઉન થવાની સંભાવના વર્તાઇ રહી છે.જેના પગલે સ્થાનિક જનતા અને વેપારી વર્ગમાં ચિંતા પ્રસરી ગઇ હતી. લોકોએ લોકડાઉન થયા તે પહેલા જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે આણંદ શહેર બજારમાં ઉમટી પડયા હતા.જેના કારણે સાંજના છ વાગ્યાબાદ બજારો માનવ મહેરામણ ખરીદી માટે દુકાનો પર ઉમેટી પડેલો જોવા મળતો હતો.

આણંદ શહેરમાં બપોર બાદ લોકડાઉન ટુંક સમયમાં જાહેર થવાની વાતો વહેતી થઇ હતી. તેના પગલે સાંજના આણંદ શહેરના ગંજ બજાર, ટુંકીગલી, સુપરમાર્કેટ અને શાકમાર્કેટમાં લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.તેના કારણે દુકાનો ભીડ જામેલી જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટનસિંગ ધજાગરા ઉડયા હતા. જો કે હજુ સુધી કોઇ જાહેરાત થઇ નથી.

સરદાર ગંજમાં જીવનજરૂરી વસ્તુઓનો પુરતો સ્ટોક છે, ખરીદી કરીને પેનિક કરવાની જરૂર નથી
સરકાર મહામાહી નાથવા માટે જરૂરી પગલાં લઇ રહી છે. ત્યારે તંત્રને સરદાર ગંજના વેપારીઓનો સાથ સહકાર રહેશે. તેમજ આગામી દિવસોમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે તંત્ર સાથે બેસીને આયોજન કરવામાં આવ્યું છે. કોઇએ જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરવી નહીં .તેમજ વેપારી મિત્રો સહિત સૌ કોઇ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઇ રહે તેમજ માસ્ક પહેરીને બજારમાં આવવા માટે જણાવવામાં આવ્યું છે.> સુમનભાઇ પટેલ ,ઉપ-પ્રમુખ, સરદાર ગંજ,આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો