બ્રીજ નવીનીકરણને લઇને ઉગ્ર આંદોલનની ચીમકી:આણંદ-ભાલેજ બ્રિજ નવો બનવાની શક્યતા નહિંવત છતાં રિપોર્ટ કરાશે

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂબરૂ મુલાકાત લઇ સરવેની કામગીરી હાથ ધરવા આદેશ

ભાલેજ ઓવરબ્રીજ વારંવાર ટ્રાફિક જામથી સ્થાનિક વિસ્તારના રહીશો સહિત વહીવટી તંત્ર તોબા પોકારી ઉઠયુ છે.ત્યારે સ્થાનિક વિસ્તારના રહીશોએ ઓવરબ્રીજ નવીની કરણને લઇને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.જેના ભાગરૂપે આણંદ જિલ્લા માર્ગ મકાન સ્ટેટ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત ટીમોનો કાફલો દોડી આવી સ્થળની રૂબરૂ મુલાકાત લઇને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસુ વરસાદી સીઝન હોવાથી સૌ પ્રથમ પહેલા ઓવરબ્રીજ પર લીકેઝ ,ઝાડીઝાંખરા સાફસફાઇ હાથધરવાના આદેશ કર્યો હતો.અને નવો ઓવરબ્રીજ બની શકે તેવી હાલતમાં નહીં હોવાથી એકસપર્ટની મદદ લઇને જેનો રાજય સરકારને રીપોર્ટ મોકલ્યા બાદ મંજુરી મળતાની સાથે કાર્યવાહી શરૂ કરાશે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ભાલેજ ઓવરબ્રીજ સાડા ત્રણ દાયકા અગાઉ બન્યો હતો. જે તે સમયે ટુ વે બ્રીજ બનાવવામાં આવ્યો હતો.પરંતુ હાલમાં આણંદ, ઉમરેઠ તાલુકાના 40 વધુ ગામો ડાકોર, ગોધરા સહિત વાહનો માટે આણંદ પ્રવેશવાના એક માર્ગ હોવાથી દૈનિક 7 હજારથી વધુ વાહનોની અવર જવર રહે છે.

ઓવરબ્રીજ ટુ વે હોવાથી વારંવાર અકસ્માત થાય તો ટ્રાફિક જામ થાયતો 4 કલાક સુધી વાહનચાલકોને હેરાન થવાનો વખત આવે છે. તેમજ ઇસ્માઇલ નગરમાં રમઝાન માસ દરમિયાન ભારે ભીડ રહેતા ઓવરબ્રીજ ટ્રાફિક જામ થઇ જતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ જાય છે. કયારેક તો 108 ટ્રાફિકમાં ફસાઇ જાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાયા છે. જે તે સમયે આણંદ પાલિકા દ્વારા દરખાસ્ત પણ કરવામાં આવી હતી. પરંતુ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હસમુખભાઈએ ટેકનીકલ કારણોસર ઓવરબ્રીજ બને તેવી હાલતમાં નહીં હોવાની દરખાસ્ત રદ કરી દેતાં બે વર્ષથી ઓવરબ્રીજની કામગીરી અટકી પડી હતી.

હાલમાં સ્થાનિક રહીશો ચક્કાજામની ચીમકી ઉચ્ચારતાં બુધવારે આણંદ જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મહેન્દ્રભાઇ પટેલ સહિત ટીમોનો કાફલો સ્થળ પર પહોંચી દોડી ગયો હતો.ચોમાસ સીઝન પહેલા જાળી ઝાખરાની સાફસપાઇ પાણી લીકેઝની મરામતની કામગીરી સહિત અન્ય કામગીરી હાથધરી દેવાની સુચના આપવામાં આવી હતી.

ભાલેજ ઓવરબ્રિજ બનાવવા એકસપર્ટની મદદ લેવાશે
ભાલેજ ઓવરબ્રીજ વર્ષો જૂનો થઇ ગયો હોવાથી પોપડા ઉખડી રહ્યાં છે. તેમજ નવો ઓવરબ્રીજ કંઇ રીતે બનાવો તે તંત્ર માટે પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે ઓવરબ્રીજની બંને બાજુ પાકા મકાનો છે. બીમ બનાવીને ફલાઇ ઓવર બનાવે તો વારંવાર ટ્રાફિક જામ થાય તેમજ અકસ્માતનું પ્રમાણ વધી જાય તેમ છે.

ઓવરબ્રીજ તોડી નાખીને નવો બનાવવામાં આવે તો રસ્તો બંધ થઇજાય તેમજ રેલવ લાઇન વારંવાર બ્લોક કરવી પડે તેવી સ્થિતી સર્જાય આથી ભાલેજ ઓવરબ્રીજ બનાવવા માટે એકસપર્ટની મદદ લેવાશે. જેનો રીપોર્ટ આવ્યા બાદ રાજય સરકારને મોકલાવશે,મંજૂરી બાદ કાર્યવાહી હાથધરવામાં આવશે. > મહેન્દ્રભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર, આણંદ જીલ્લા સ્ટેટ માર્ગ મકાન વિભાગ આણંદ

અન્ય સમાચારો પણ છે...