તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધાડના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાતમી મુજબ વોચ ગોઠવી હતી

આણંદ પોલીસે જિલ્લામાં બનતા મિલ્કત વિરુધ્ધના ગુનાઓ અટકાવવા તેમજ આવા બનેલા ગુનો શોધી કાઢવા ઉપરાંત જિલ્લા અને જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારુ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબીના માણસોને બાતમી મળી હતી કે, બોરસદના દહેવાણ ગામનો અને ધાડના ગુનામાં નાસતો ફરતો રઈજીભાઈ તળપદા જે દહેવાણ ગામે આવેલ મહીસાગર માતાના મંદિરે આવનાર છે. જેથી પોલીસ દહેવાણ ગામે મંદિર પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો એક શખ્સ આવતા તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં પોતાનું નામ રઈજીભાઈ તળપદા (રહે.) દહેવાણ,આણંદ હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછ અને તપાસ કરતા ભરૂચ જિલ્લાના વાલીયા પોલીસ મથકના ધાડના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો