ધરપકડ:દારૂના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી વલસાડથી ઝડપાયો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસદ પોલીસ મથકે ગુનો નોધાયો હતો

જિલ્લા પોલીસ જિલ્લા બહાર કે જિલ્લામાં વિવિધ ગુનાઆેમાં સંડોવાયેલા નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત વાસદ પોલીસને બાતમી ને આધારે દારૂના ગુનામાં 3 વર્ષથી નાસતો ફરતો આરોપી વલસાડ પોતાના ખાતે ઝડપી પાડ્યો હતો.

આ અંગે પોલીસ સુત્રોના જણવ્યા અુસાર આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજયાણે જિલ્લા સહિત બહારના જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે અંતગર્ત વાસદ પોલીસ બાતમી મળી હતી કે, વાસદ પોલીસ મથકના વિદેશી દારૂના કેસમાં છેલ્લા 3વર્ષથી નાસતો ફરતો આરોપી તખતભાઇ ભોયા (રહે.કપરાડા જિ.વલસાડ)પોતાના ઘરે આવનાર છે.જે બાતમી આધારે વાસદ પોલીસે વલસાડ પોલીસ સાથે સંપર્કમાં રહીને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...