તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદમાં લૂંટ અને ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી 26 વર્ષે ઝડપાયો છે. પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશનો રહેવાસી આરોપી રૂમાલસિંહ સારેલ મજુરી કામ અર્થે આણંદની ચીખોદરા ચોકડી નજીક આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજ્ય પોલીસ દ્વારા ચાલી રહેલ ઝુંબેશ અન્વયે આણંદ જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જિલ્લા અધિક્ષક દ્વારા મળેલ સૂચના આપવામાં આવી છે. જે અન્વયે બી.એ.જાદવ, ઇ.પો.ઇન્સ. એલ.સી.બી આણંદ નાઓએ સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓ અંગેની માહિતી એકઠી કરી જરૂરી વોચ રાખવા જણાવેલ જે કામગીરીમાં હતા દરમિયાન આજરોજ હે.કો, પ્રમેશકુમાર તથા સંદીપકુમાર નાઓને હકિકત મળેલ કે આણંદ રૂરલ પો.સ્ટે.ના મર્ડર વીથ ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી રૂમાલસિંગ લાલસિંહ સારેલ રહે.બાલવાસા જી. ઝાંબુવા મધ્યપ્રદેશ નાનો છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો છે. જે આરોપી મજુરી કામ અર્થે આણંદ ખાતે ચીખોદરા ચોકડી નજીક આવનાર હોવાની ચોક્કસ માહિતી મળેલ મળી હતી.
જેથી એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચીખોદરા ચોકડીની આજુબાજુમાં વોચમાં હતા. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો ઈસમ આવતા તેને રોકી લીધેલ અને નામ ઠામ પુછતા રૂમાલસિંગ લાલસિંહ સારેલ ઉ.વ.65 રહે.બાલવાસા, માળી ફળીયુ કાકણવાણી તા.થાંદલા જી.ઝાંબુવા મધ્યપ્રદેશ નો હોવાનું જણાવેલ. જેની સઘન પુછપરછ કરતા આણંદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.80/1994 ઇપીકો ક.302,397 મુજબના ગુનામાં છેલ્લા 26 વર્ષથી આ ગુનામાં નાસતો ફરતો હોઈ સી.આર.પી.સી. 41(1)આઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.