સમસ્યા:કપાસિયા બજારથી લોટેશ્વર ભાગોળ સુધીના 60 ફૂટનો રોડ 10 ફૂટનો થયો !

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ માર્ગ પરથી ગેરકાયદે દબાણો સત્વરે હટાવવા માગ કરવામાં આવી

આણંદ શહેરમાં 7 દાયકા અગાઉ ટીપી સ્કીમ -2 પાડવામાં આવી હતી. જે તે વખતે કપાસિયા બજારથી લોટેશ્વર ભાગોળ સુધીનો રોડ 60 ફૂટ પહોળો રોડ તૈયાર કરાયો હતો.ત્યારબાદ પાલિકા તંત્રની બેદરકારીને કારણે કેટલાંક તત્વોદ્વારા કાચાપાકા દબાણો કરી દીધા છે. હાલમાં માત્ર 10 ફૂટનો રોડ બની ગયો છે. જેથી સ્થાનિક રહીશો સહિત વાહનચાલકોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે અંગે પૂર્વ કાઉન્સિલર સહિત આગેવાનો દ્વારા પાલિકા, અવકુડા અને જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી.જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે વર્ષ 2000માં કાઉન્સિલર સચીન પટેલે જે તે વખતે દબાણો દૂર કરીને રસ્તો પહોળો કર્યો હતો.ત્યારબાદ કાઉન્સિલરો બદલાય ગયા હતા. જેથી કેટલાંક લોકોએ ગેરકાયદે કાચાપાકા ઝુંપડા બાંધી ને કે કેબીનો મુકીને દબાણ કરી દીધા છે.તેના કારણે હાલમાં આ રોડ સાંકડો બની ગયો છે.

જેથી ધી અલકાપુરી સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે જેને ધ્યાને લઇને પૂર્વ કાઉન્સિલર સહિત સ્થાનિક આગેવાનોએ ભેગા મળીને શહેરી વિકાસ સતામંડળ આણંદ,આણંદ નગરપાલિકા તેમજ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિત કલેકટર કચેરી માં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી.જેને લઇને સ્થાનિક રહીશોને મુશ્કેલીઓઅનુભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...