પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:વિદ્યાનગર જનતા ચોકડીથી મોગરી સુધીના 2 કિમીનો માર્ગ ફોરલેન બનશે

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ નજીક વિદ્યાનગર જનતા ચોકડી થી મોગરી સુધી ફોરલેન માર્ગ બનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે માર્ગ પર વર્ષો જુના 30થી વધુ નડતરરૂપી વૃક્ષોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.જેનો માર્ગ મકાન વિભાગે વન વિભાગને મંજુરી માટે રીપોર્ટ કર્યો છે.પરંતુ હજુ સુધી વન વિભાગમાં હજુ સુધી રીપોર્ટ મળ્યો નથી. છતાંય રીપોર્ટ મળેથી મંજુરી બાદ જ કાર્યવાહી હાથ ધરાશે.બીજી તરફ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

વિદ્યાનગર જનતા ચોકડી થી મોગરી માર્ગ સતત 24 કલાક સુધી વાહન ચાલકોની અવરજવર રહે છે. પરંતુ બોરસદ ચોકડી ઓવરબ્રીજના પગલે ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી જીઆઇડીસીમાંથી આવતાં મોટા વાહનચાલકોને મોગરી થઇને જીટોડિયા વડોદરા તરફ જવામાં સરળતા રહે તેમ છે.આથી મંજુરી મળતાની સાથે જનતા ચોકડી થી મોગરી સુધીનો 2 કિમીનો માર્ગ આણંદ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે.

આ માર્ગ પર વાઇડનીંગ 2.5 મીટર, બને જીએસબી મેટલ,બોકસ કલવર્ટ 2, પાઇપ નાળા 2, રીટેનીંગ વોલ 2, તથા રોડ ફનીંસીંગ રૂપિયા 3.02 કરોડના ખર્ચે કરવામાં બનાવવામાં આવશે. આ માર્ગ પર માટીકામ, વોટર બાઉન્ડ મેકાડેમ મેટલ સહિતની કામગીરી કરવામાં આવનાર છે. જો કે આ માર્ગ પર વર્ષો જૂના વડ, લીમડો જેવા 30થી વધુ ઘટાદાર વૃક્ષો આવેલા હોય નવો માર્ગ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવશે. આ અંગે આણંદ જિલ્લા પંચાયતના વિભાગના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે માર્ગ પર નડતર રૂપી વૃક્ષો દૂર કરવા માટે વન વિભાગને રીપોર્ટ કરવામાં આવ્યો છે. આણંદ જીલ્લા વન વિભાગની મંજુરી બાદ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...