તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદ:એટલા માટે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ઘટ્યો છે, ગયો નથી

આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન 8 મી ફેબ્રુઆરીઅે 0 કેસ નોંધાયો હતો. ત્યારબાદ કેસમાં તબક્કાવાર વધારો થયો હતો. અેક તબક્કે 29મી મેના રોજ સૌથી વધુ 231 દર્દી નોંધાયા હતા. ત્યારબાદ જૂનના પ્રારંભથી સંક્રમણ ઘટવાનું શરૂ થયું હતુ. જે 109 દિવસ બાદ આજે 28મી જૂનના રોજ કોરોનાનો નવો એક પણ કેસ ન નોંધાયો નથી. જો કે જૂના 17 અેક્ટીવ કેસ છે. હાલમાં રીકવરી રેટ 99.26 ટકા પહોંચ્યો હોવાથી 5 હોસ્પિટલમાં રાખવામા આવેલા 520 બેડમાંથી 503 બેડ ખાલી છે.

આણંદ જિલ્લામાં આજે એક પણ કેસ નોંધાયો નથી તે આનંદની વાત છે. હાલમાં સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ તંત્ર દ્વારા ચાલી રહી છે. કોરોના ઘટ્યો છે, ગયો નથી ત્યારે જનતાએ પણ સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટનસિંગ સહિત કોવિડના નિયમોનું પાલન કરીને સાવચેતી રાખવી જોઈઅે. બજારોમાં ભીડ અેકત્રીત ન થાય અને લોકો ગાઈડલાઈનનું પાલન કરે તે માટે તંત્ર સતત કાર્યશીલ રહેશે. > એમ.વાય. દક્ષિણી, કલેકટર, આણંદ

અન્ય સમાચારો પણ છે...