ઉમરેઠ તાલુકાના સૌથી સમૃધ્ધ ગણાતો થામણા ગામમાં એનઆરઆઇના સહયોગથી શહેરને ટક્કર માટે તેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. 2009માં ગામમાં બાયોગેસ સંચાલિત ઉર્જા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. તેમજ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાતોઓના સહયોગથી તમામ આધુનિક સારવારના સાધનો ઉપલબ્ધ છે. જેથી ગામના લોકોને સારવાર માટે બહાર જવું પડતું નથી. જયારે ગામના વડીલો માટે એનઆરઆઇ દાતાઓના સહયોગ થી આધુનિક સુવિધા સાથે વડીલો વિસામો તૈયાર કરવામાં આવ્યો છે. જે ટુંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે.
થામણા ગામ ઇગ્લીંશ મીડિયમ સ્કુલ આવેલી છે. જેમાં ગામ તથા આજુબાજુના ગામોમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે. તેમજ ગામની હાઇસ્કુલમાં વિશાળ મેદાન ઉપલબ્ધ છે.જેથી અવારનવાર વિવિધ રમતોનું આયોજન છે. તેમજ એનસીસી માટે ફાયર ટ્રેનીંગ માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ છે. ગામમાં ગટર સહિત તમામ સુવિધા ઉપલબ્ધ છે. થામણા ગામના 500 વધુ લોકો વિદેશમાં રહે છે. ગામના વિકાસ માટે સતત દાનનો પ્રવાહ વહેવડાવે છે. જયારે ગામના લોકોને તમામ સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહે છે.
ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયત ઘર , આંગણવાડી, દૂધની ડેરી અને બેંક સહિતની તમામ સુવિધા છે. ગામમાં સ્વચ્છ રાખવા માટે યૂવાનો સહિત ગામની મહિલાઓ સતત પ્રયાસ કરવામાં આવે છે. કોઇ જાહેર માર્ગ પર કચરો ના નાખે તેની પુરતી તકેદારી રાખવામાં આવે છે. તેમજ સફાઇ કામગીરી નિયમિત થાય તેની તકેદારી પંચાયત દ્વારા રાખવામાં આવી રહી છે. ગામના યુવાનો દ્વારા ગામના નાના નાના વર્ગના લોકોને કોઇ મુશ્કેલીના પડે તેમજ સરકારી લાભથી વંચિત ના રહે તેની તકેદારી રાખવામાં આવે છે.
ગામના વિકાસ સહિયારા પ્રયાસોથી થયો છે
થામણા ગામમાં આજથી ત્રણ દાયકા પહેલા કોઇ જ સુવિધા ન હતી. જે તે સમયે વિદેશમાં રહેતા એનઆરઆઇ દાતોઓના સહયોગ થી ગામની જનતા ને પ્રથમ પાયાની સુવિધા પુરી પાડવા માટે દાનની સરસવણી વહેવડાવી હતી.જેમાંથી ગામમાં સ્ટ્રીટલાઇટ, પાકા આરસીસી રોડ, ગટર અને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી તમામ સગવડો ઉભી કરવામાં આવી છે. ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હતો તે પણ ગત વર્ષે સરકારની ગ્રાન્ટમાંથી નવો તૈયાર થઇ ગયો છે. જયારે ખેડૂતોને કોઇ મુશ્કેલીના પડે તે માટે ખેતરાળુ રસ્તા પર બનાવવામાં આવી રહ્યાં છે. > ચંદ્રકાન્ત પટેલ, સરપંચ, થામણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.