તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:લર્નીગ લાયન્સ માટે ઓનલાઇન મોબાઇલ પર ટેસ્ટ આપી શકાશે

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લર્નીંગ લાઈસન્સ માટે RTO-ITIમાં ધક્કા નહીં ખાવા પડે

રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લર્નિગ લાયન્સ માટે હવે ઘરે બેઠા ઓનલાઇન મોબાઇલ કે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકશે. ટુંક સમયમાં રાજયની તમામ RTO કચેરી લર્નિગ લાયન્સ માટે મોબાઇલ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે.જેથી અરજદારોને RTO કચેરી કે ITIમાં જવું નહી પડે જેથી લોકોના રાહત થશે. આણંદ શહેર અને તાલુકાની જનતાને લર્નિગ લાયસન્સના ટેસ્ટ માટે વાસદ સુધી લાંબુ થવું પડતું હતું 15 કિમીના ધક્કા ખાવા પડતા હતા. તેમજ અન્ય તાલુકાની જનતાને સરકારના આ નિર્ણય થી ઘણી રાહત થશે.

આણંદ જિલ્લામાં RTO કચેરી આણંદ શહેરથી 10 કિમી દૂર બેડવા સીમમાં લઇ જવાઇ છે. તેમજ આણંદની આસપાસ સુધી એક પણ આઇટીઆઇ ન હોવાથી વાસદ ITI કે બોરસદ ITI માં લર્નિગ ટેસ્ટ આપવા માટે જવું પડતું હતું. જેમાંથી લોકોને છુટકારો મળશે,ઓનલાઇન ફોર્મ ભરીને ઘેર બેઠા ટેસ્ટ આપી શકાશે. આણંદ RTO અધિકારી દિવેરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લર્નિગ લાયસન્સ માટે મોબાઇલ ટેસ્ટ વાત કરી છે. હજુ હમને નોટીફિકેશન મળ્યું નથી.જો કે ટુંક સમયમાં આ કામગીરી શરૂ થઇ જશે. જેથી અરજદારોને ઘણી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...