આણંદના ધુવારણ ગામ પાસે દરિયાઈ વિસ્તારમાં કાર લઈ ફરવા ગયેલ બે યુવાનો ફસાયા હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી.જોકે સદભાગ્યે દરિયામાં આવેલ ભરતી સમયે યુવાનોનો અન્ય ખુલ્લી જગામાં હોઈ તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે ગાડી ભરતીમાં તણાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ તાલુકાના બે યુવાનો સામાજિક પ્રસંગે આર્ટિગા ગાડી લઈ ધુવારણ ગયા હતા.જે યુવાનો દરિયાઈ વિસ્તારમાં ફરવા જવાની ઈચ્છાએ ખુલ્લા દરિયાઈ પટમાં પહોંચ્યા હતા. જ્યાં ખુલ્લામાં સૂકોભટ વિસ્તાર નજરે ચઢતો હતો.યુવાનોએ અહીં ખુલ્લા દરિયાઈ પટમાં ખૂબ આગળ ગાડી પાર્ક કરી અન્ય જગાએ ટહેલવા નીકળ્યા હતા.મહત્વનું છે ભરતી અને ઓટ ના નિયમ મુજબ બે દિવસ બાદ જ પૂનમ હોઈ ભરતીની પ્રક્રિયા સ્વાભાવિક જ થતી હોય છે.જે મુજબ યુવાનો ગાડી મૂકી અન્ય જગાએ ફરવા ગયા હતા જે દરમ્યાન ગાડી પાર્ક કરી હતી તે જગાએ અચાનક જ પાણીની ભરતી આવતા ગાડી ફસાઈ ગઈ હતી અને તણાઈ ગઈ હતી.
આ અંગે ખંભાત મામલતદાર મનુભાઈ હિંગોરે જણાવ્યું હતું કે સદભાગ્યે આ બનાવમાં કોઈ જ જાનહાનિ થઈ નથી.યુવાનો સ્વસ્થ છે જોકે ભરતીને કારણે ગાડી તણાઈ ગઈ છે પરંતુ ઓટ આવતા તેની શોધખોળ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.