તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:આંકલાવની સગીરા પર દુષ્કર્મ ગુજારનારાને દસ વર્ષની જેલ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આશરો આપનાર નિર્દોષ : પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હૂક્મ

આંકલાવ તાલુકાના એક ગામમાં રહેતી સાડા સત્તર વર્ષની સગીરાને પાંચ વર્ષ અગાઉ લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનારા શખસને આણંદ જિલ્લા કોર્ટ તકશીરવાર ઠેરવી રૂપિયા 32 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી છે. નવાખલ ગામની લીમડી સીમ વિસ્તારમાં રહેતો જીતસિંહ પ્રતાપસિંહ વાઘેલા નામનો યુવક 19 જાન્યુઆરી, 2016ના રોજ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. દરમિયાન, તે તેણીને લઈ વડોદરા જિલ્લાના ગોઠડા ગામે પોતાના સબંધીને ત્યાં લઈ ગયો હતો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બનાવ બાબતે આંકલાવ પોલીસે આરોપી જીતસિંહ અને તેને આશરો આપનારા તખતસિંહ પ્રતાપસિંહ વાઘેલા વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન, ગુનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતાં સરકારી વકીલ એ. કે. પંડ્યાએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને આરોપી જીતસિંહને દસ વર્ષની જેલ અને રૂપિયા 32 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી છે. બનાવમાં આશરો આપનારા ઈસમને નિર્દોષ છોડી મૂકાયો હતો. જ્યારે પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા હૂક્મ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...