સજા:આણંદની સગીરા પર દૂષ્કર્મ આચરનારને દસ વર્ષની કેદ , ચાર વરસ પહેલા લગ્નની લાલચ આપી યુવક ઉત્તરપ્રદેશ ભગાડી ગયો હતો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સગીરાને રૂ.પાંચ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.

આણંદ શહેરની સગીરાને પરપ્રાંતિય ઈસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.ત્યાર બાદ ત્રણ મહિના સુધી તેણીની ઉપર વારંવાર દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ન્યાયધીશે દસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો.

આણંદના બોરીયાવી ગામે રહેતો અને મુળ ઉત્તરપ્રદેશનો કોમલ દાનસહાય રાજપુત ઠાકોર નામના ઈસમે મે, 2017માં આણંદ શહેરની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાદ તેને સગીરાને ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાના મહેમુદપુર (ઉધાં)માં ત્રણેક મહિના રાખી તેના પર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી કોમલ રાજપુતની અટક કરી સમગ્ર કેસની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.

મહત્વનું છે કે આ કેસમાં સરકારી વકીલ જે. એચ. રાઠોડની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી આણંદ પોસ્કો કોર્ટ દ્વારા વિવિધ કલમ હેઠળ સજા ફરમાવવામાં આવી છે. જેમાં આઈપીસી 363 હેઠળ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.5 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ. કલમ 366 મુજબ સાત વર્ષની સખત કેદ તથા રૂ.સાત હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદ. આ ઉપરાંત બાળકોના જાતીય સતામણીની કલમ 6 મુજબ દસ વર્ષની સખત કેદ તથા રૂ.10 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ આઠ માસની કેદની સજા ભટકારી હતી. આ ઉપરાંત સગીરાને રૂ.પાંચ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...