તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કારમાં માસ્ક વગર બેઠેલા દસ વ્યકિતને દંડ ફટકાર્યો

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અોડ ચોકડી પાસેથી પેટ્રોલીંગ દરમિયાન ઝડપ્યા
 • ભાલેજ પોલીસે બે દિવસથી અભિયાન હાથ ધર્યું

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ નહીં જાળવવા નાર સામે લાલ આંખ કરી છે.ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનો દ્વારા પેટ્રોંલીગ હાથધરીને માસ્ક વગર ફરતાં લોકોને ઝડપી પાડીને તેઓને દંડ ફટકારવામાં આવે છે.ભાલેજ પોલીસ ઓડ ચોકડી પાસે પેંટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે ઓડ ચોકડી પાસે કેટલાંક શખ્સો કારમાં માસ્ક વગર નજરે પડયા હતા.જેથી પોલીસે 10 શખ્સોને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાલેજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગ દરમિયાન ઓડ વિસ્તારમાં શનિવાર સાંજે છ વાગે ગામની ઓડ ચોકડી પાસે ચેકીંગમાં ઉભા હતા ત્યારે બોલેરો પીકઅપ ગાડી આવી રહી હતી. પોલીસે જાેયું તો ડ્રાઈવરે માસ્ક પહેરેલ નહોતું અને કારમાં ૉ દસ માણસો બેસાડેલા હતા. એટલે પોલીસે તેને ઉભા રહેવાનો ઈશારો કર્યો હતો પરંતુ તેણે ગાડી ભગાડી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી કુંજરાવ રોડ ઉપર ગાડી ઉભી રખાવી હતી. આ ગાડી કુંજરાવના પ્રવિણભાઈ ગોતાભાઈ બારૈયાની હતી એટલે પોલીસે તેમના વિરુદ્ધ તરત જ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો