અભ્યાસ:સરદાર પટેલ યુનિવર્સિટીમાં દસ દિવસનો રોબોટીક પર વર્કશોપ શરૂ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • થ્રી ડી પેઈન્ટિંગ, ડ્રોન ટેક્નોલોજિ સહિતના પાસા પર અભ્યાસ કરશે

સરદાર પટેલ યુનિવર્સિટીના એમએસસી અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ માટે દસ દિવસનો રોબોટીક માસ્ટર્સ ટ્રેનિંગ એન્ડ સર્ટીફિકેશન પ્રોગ્રામ પર વર્કશોપ યોજવામાં આવશે જેનું મંગળવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 40 વિદ્યાર્થીઓ થ્રી ડી પેઈન્ટિંગ, ડ્રોન ટેક્નોલોજિ સહિતના વિવિધા પાસાઓ પર 10 દિવસ સુધી અભ્યાસ કરશે.

નોલેજ કોન્ઝેટોરિયમ ઓફ ગુજરાત(કેસીજી)દ્વારા તીર્થ( ઇમર્જિંગ ટેકનોલોજીસ સ્કિલ ઓરીએન્ટેડ ટ્રેનિંગ અંડર સ્કીમ હેઠળ એમએસસી અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ માટે દસ દિવસનો રોબોટીક માસ્ટર્સ ટ્રેનિંગ એન્ડ સર્ટીફિકેશન પ્રોગ્રામ પર વર્કશોપ યોજવામાં આવનાર છે.

જેમાં વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટીંગ અને ડિઝાઈનીગ, બેસિક ઓફ ઈલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, ગણિત, ડિઝાઇન થિંકિંગ, બ્લોક કોડિંગ, ડ્રોન ફ્લાઇંગ જેવા વિષયોનો અભ્યાસ અને કમ્પ્યુટર દ્વારા કરાવાશે. જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ક્ષેત્રમાં તેમની સ્કિલને પોલીશ કરવા માટે સક્ષમ બનાવશે, સહભાગી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના વિષયોને સમજવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મૂળ ડેટા સેટ, ઇબુક અને અન્ય સહાયક સામગ્રી પૂરી પાડવામાં આવશે ઉપરાંત હાર્ડ કોપી પ્રમાણપત્ર સફળ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...