તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરેલી પાસે કતલખાને લઈ જવાતા દસ પશુ બચાવાયા

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 4 શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો

ઉમરેઠના ભોઈપુરા પાટીયા પાસે ટ્રકમાં પશુ ભરીને આઈશરમાં લઈ જતા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણનવાળી આઈશર આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસમાં આઈશરના પાછળના ભાગે દસ પશુ ગીચોગીચ ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં તેમજ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પામાંથી બે શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતા એક શખ્સે તેનું નામ મુકેશ પરમાર અને સાજીદ મલેક (બંને રહે. સામરખા) હોવાનું જણાવ્યું હતું.

પશુ બાબતે પ્રાથમિક પૂછપરછમાં પશુ ઉમરેઠ ખાતે રહેતા હાજી અલ્લારખા મહહંમદહનીફ શેખે પોતાના સુરેલી ખાતેના કેજીએન ફાર્મમાંથી ભરાવીને તેને સામરખા ગામે રહેતા ઈલ્યાસમીંયા હસુમીંયા મલેકને ત્યાં કતલ માટે લઈ જવાની હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે પકડેેલા બે અને વોન્ટેડ બે મળી ચાર સામે ગુનો નોંધી 7.53 લાખનો માલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો