તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે અરેરાટીભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પો બાઇકચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો, જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આઈશર ટેમ્પોચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સાવલી નોકરીએ જતા બાઈકસવાર ત્રણ યુવકને ખતરનાક ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સવારે 6.30ની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
108 ઘટનાસ્થળે પહોંચી મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા
સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે છ વાગે કણભઈપુરા ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓડ બાજુ જતા આઈશર ટેમ્પોએ ખતરનાક રીતે અડફેટે લીધા હતા. આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં ત્રણેય યુવકના પ્રાણ નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલા ટેમ્પોડ્રાઈવર ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો છે. 108 ઘટનાસ્થળે પહોંચી EMT તેજસ પટેલ અને પાઈલોટ સુરેશભાઈ રાવલ મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરિવારજનોમાં આક્રંદ વ્યાપ્યો
હાલ ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવાનીના ઊંબરે પરિવારની જવાબદારી લઈ રોજગારીએ નીકળેલા ત્રણ યુવકોના અસહ્ય કહી શકાય તેવા મોતને પગલે તેમનાં પરિવારજનોમાં આક્રંદ વ્યાપ્યો છે. પરિવારજનો અને સ્નેહીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યાં છે. મૃતકોના ગામમાં પણ આ અકસ્માતને લઈ માહોલ ગમગીન બન્યો છે.
શાર્પ ટર્નિંગ અને આઈસરની સ્પીડ પણ ખૂબ હોય સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યાની સંભાવના
અકસ્માતમાં જ્યાં ઘટના બની છે ત્યાં ખૂબ જ ભયજનક વળાંક છે. વધુમાં ટેમ્પો એટલી સ્પીડમાં હતો કે સંભવત તેને સ્પીડ કંટ્રોલ જ ન કરી શક્યો અને તેણે બાઈક સવાર ત્રણેય યુવકોને અડફેટે લીધા હતા. અને રોડની સાઈડમાં આવેલા એક કેળના પાકવાડા ખેતરની ફેન્સીંગ તારની વાડ તોડી ખેતરમાં ઘૂસી ગયો હતો. હાલમાં મધ્યપ્રદેશ પાસીંગનો ટેમ્પો ચાલક ફરાર હોય તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. > ભરતસિંહ રાણા, પીએસઆઈ, ખંભોળજ પોલીસ સ્ટેશન.
ત્રણ આશાસ્પદ યુવકોના મોતથી બે ઘરે આધાર ગુમાવ્યો
અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકના મોતની ઘટનામાં બે ઘરો નિરાધાર બન્યા છે. ત્રણેય પરિવારો ગરીબ છે. મનોજભાઈ ઉર્ફે મનીષભાઈ અને તેઓનો સાળો ભરતભાઈ જે બંને નોકરી કરીને ઘરનું જીવન ગુજરાન ચલાવતા હતા. જેમાં મનીષભાઈ પરણિત હોય બે સંતાનો છે. જ્યારે ભરતભાઈ અપરણિત હતા. તેવી જ રીતે રાજુભાઈ પણ અપરિણીત હતા. પરંતુ પોતાના માતાપિતા સહિતના પરિવારજનોનો એકમાત્ર આધાર હતા. ભરતભાઈના મોતને લઈને બહેને ભાઈ તેમજ માતા-પિતાએ પુત્ર ગુમાવ્યો છે. જ્યારે સાસરીમાં રહેતા મનીષભાઈના મોતથી પત્નીએ પતિ તેમજ સંતાનોએ પિતા અને સાસુ સસરાએ પુત્ર સમાન જમાઈને ગુમાવ્યા છે.
બાઈકસવાર ત્રણ યુવક
(1) મનુભાઈ રણછોડભાઈ ઠાકોર રહે, પાડવણિયા
(2) ભરતભાઈ પૂજાભાઈ ઠકોર, કણભઈપુરા
(3) રાજેશભાઈ રમણભાઈ ઠાકોર,ખાનકુઆ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.