નરાધમે હદ વટાવી:ખંભાતમાં મંદિરના પુજારીએ સગીરાને બ્લેકમેલ કરી જાતીય શોષણ કર્યું, બિભત્સ ફોટા પણ વાઈરલ કર્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી પુજારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ખંભાત તાલુકાના ધુવારણ ગામે મંદિરના પુજારીએ સગીરાના ફોટા પાડ્યા બાદ તેને એડિટ કરી બ્લેક મેઇલીંગ કર્યુ હતું. તેમજ તેના પર જાતિય અત્યાચાર ગુજારી બિભત્સ ફોટા પાડ્યાં હતાં. જે વાયરલ પણ કરી દીધાં હતાં. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે પુજારીને શોધી ધરપકડ કરી હતી.
મંદિરના પુજારીએ ફોટા વાયરલ કર્યાનું સામે આવ્યું
આણંદમાં સોશિયલ મીડિયા પર સગીરાના બિભત્સ ફોટા વાયરલ થયાં હતાં. આ મામલે જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણએ તપાસ સોંપતા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. ચૌહાણ સહિતની ટીમે હ્યુમનસોર્સ તથા ટેનિકલ એનાલીસીસની કામગીરી શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ખંભાતના ધુવારણ ખાતે આવેલા મહાદેવજીના મંદિરના પુજારી અમરનાથ વેદાંતીએ ફોટા વાયરલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
​​​​​​​ફોટાઓ મોર્ફ કરી એડિટ કર્યાં
આ અંગે વધુ તપાસ કરતાં પુજારી અમરનાથ વેદાંતીએ અલગ અલગ તારીખે 15 વર્ષની સગીરાના ફોટા પાડ્યાં હતાં. આ ફોટાઓ મોર્ફ કરી એડિટ કર્યાં હતાં. જે તેણે સગીરાને બતાવી તેને વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યાં હતાં. આ ઉપરાંત પૂજારી અમરનાથે વારંવારના દૂષ્કર્મ દરમિયાન વેબ કેમેરા દ્વારા પણ બિભત્સ ફોટા પાડ્યાં હતાં. જે તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં હતાં. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સગીરાની ફરિયાદ આધારે અમરનાથ વેદાંતી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...