તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતરમાં ઠંડીનો પુન:ચમકારો તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડ્યો, રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ-ખેડા જિલ્લામાં ફેબ્રુઆરી માસના પ્રારંભ સાથે જ લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારો થતા સતત 4 દિવસો સુધી તીવ્ર ઠંડીનુ જોર ઘટયુ હતું. આણંદ કૃષિ.યુનિ.ના હવામાન વિભાગના અધિકારી મનોજ લુંણાગરીયાના જણાવ્યા અનુસાર ગુરુવાર મધ્યરાત્રી આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનનો જોર વધવા લાગ્યું છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો પુનઃ 2 ડિગ્રી સરકીને 12 ડિગ્રીઅે પહોંચ્યો છે. આ સાથે અગામી 3 દિવસોમાં ઠંડીનો પારો હજી 2 થી 3 ડિગ્રી ગગડી શકે તેમ છે.

આમ શુક્રવારે વહેલી સવારથી 2.7 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા પંથકવાસીઆેને પુનઃ ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો હતો.આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે આણંદ જિલ્લા સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી પહોંચી જવા પામ્યું હતું. તેમજ ઉત્તર-પૂર્વ દિશામાંથી 2.3 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકાઅે પહોંચી જવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો