તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગંગાપુરા પાસે અકસ્માત સર્જનારો ટેમ્પી ચાલક ઝબ્બે

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલકને ટક્કર મારી હતી

ઉમરેઠ તાલુકાના રતનપુરા નજીક ગંગાપુરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ઉત્તરસંડાથી હમીદપુરા તરફ જઈ રહેલા ઉતરસંડા ગામના બાઈક ચાલકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક દાગજીપુરાનો ટેમ્પીચાલક નીકળતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે માંડવી ચોક વિસ્તારમાં રહેતા પ્રફુલકુમાર પરમાર ગત શનિવારે બાઈક લઈને ઉત્તરસંડા ગામેથી હમીદપુરા ગામ તરફ જતા હતા. ત્યારે ગંગાપુરા ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને પગલે તેમને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. અકસ્માત થતા અજાણ્યો વાહન ચાલક પોતાનુ વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે ગીતાબેન પરમારની ફરિયાદના આધારે ભાલેજ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં લાલ રંગની લોડિંગ ટેમ્પીએ અકસ્માત સર્જયો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે નંબરના આધારે તપાસ કરતાં ટેમ્પીનો ચાલક દાગજીપુરા બસ સ્ટેન્ડની પાસે રહેતો સહદેવ ચીમન ઠાકોર હોવાનું ખૂલ્યું હતું. જેની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...