તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પોલીસમાં ફરિયાદ કેમ કરે છે કહી લોખંડની પાઈપ મારી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પોલીસ મથકે બંને પક્ષે ફરિયાદ નોંધાવી

અમારા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ કરે છે તેમ કહી માથામાં લોખંડની પાઈપ મારી દેતાં વિદ્યાનગર પોલીસે મહિલા સહિત બે સામે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાનગરમાં આવેલી દિવ્ય કમલ સોસાયટીમાં ગીતાબેન મહેશભાઈ કોળી પટેલ પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે.

બીજી તરફ મૌલિકાબેન શાહ ઈસ્કોન પાસે રહે છે. ગીતાબેન પટેલને વિદ્યાનગર ખાતે રહેતા મૌલિકાબેને અમારા વિરૂદ્ધમાં કેમ ફરિયાદ કરે છે તેમ કહી અપશબ્દ બોલતા હોય અપશબ્દ બોલવાની ના પાડી હતી. જેને પગલે મૌલિકાબેનનુ ઉપરાણું લઈ તેમનો માનેલો ભાઈ કટપ્પા ઉર્ફે મિતેશ મુનિયા આવી ચઢ્યો હતો અને ગીતાબેનને માથામાં લોખંડની પાઈપ મારી હતી. ગીતાબેનના પતિને મૌલિકાબેને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ જ રીતે મૌલિકાબેને પણ અપશબ્દ બોલવા બાબતે ઠપકો આપતાં તેમણે મહેશ પટેલ અને ગીતા પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે સામ-સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...