તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલાસણમાં ઉછીના રૂપિયાની ઊઘરાણીમાં માર મારી છેડતી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના ભાઈએ રૂપિયા 80 હજાર ઉછીના આપ્યા હતા

આણંદ પાસેના વલાસણ ગામમાં ઉછીના આપેલા રૂપિયા 80 હજારની વાતચીત કરવા યુવતીને એકાંતમાં બોલાવ્યા બાદ શખ્સોએ યુવતીને માર મારી તેની સાથે શારીરિક છેડછાડ કરતાં વિદ્યાનગર પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ મારામારી અને છેડતીની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ પાસેના એક ગામમાં રહેતી 27 વર્ષીય યુવતીના ભાઈએ વલાસણ ગામ સ્થિત દૃષ્ટિ ફાર્મની બાજુમાં બોરકુવા પાસે રહેતા બ્રિજેશ ઉર્ફે પિન્ટુ ગીરીશ મકવાણાને રૂપિયા 80 હજાર ઉછીના આપ્યા હતા. જોકે, આ પૈસા તેઓ અવાર-નવાર માંગવા છતાં આપતા નહોતા. દરમિયાન, બ્રિજેશે પૈસા અંગેની વાતચીત કરવા બાબતે યુવતીને એકાંત સ્થળે બોલાવી હતી.

દરમિયાન, યુવતી જતાં એ સમયે અન્ય બે શખ્સો રાજુ ગીરીશ મકવાણા અને કિરણ ગીરીશ મકવાણા પણ ત્યાં હાજર હતા અને તેમણે શાના પૈસા અવાર-નવાર માંગ્યા કરો છો તેમ કહી અપશબ્દ બોલી તેની સાથે ઝપાઝપી કરી શારીરિક છેડછાડ કરી કપડાં ફાડી નાંખ્યા હતા. જોકે, યુવતીએ બુમરાણ મચાવતાં ત્રણેય જણાં ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ભયભીત યુવતીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ત્રણેય જણાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...