ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો પર ધો-10ની પરીક્ષા પેપર ચકાસણી માટે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં આણંદ જિલ્લામાં આણંદ શારદા હાઇસ્કુલ અને એસ.બી.દેસાઇ બાકરોલ હાઇસ્કુલમાં પેપર ચકાસણીનું કામ હાથધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ગણિત વિજ્ઞાન પેપરની ચકાસણી કામ હાથધરાયું હતું. ત્યારે રાજય માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર માંગણી હલ ન થતાં બોર્ડના પેપરની ચકાસણી વખતે પેનડાઉન કાર્યક્રમ સોમવારના રોજ આપ્યો હતો.
જેમાં આણંદ -ખેડા જિલ્લા માધ્યમિક સંધના પેપર ચકાસણી કામગીરી જોટાયેલા 500 શિક્ષકો 5 પડતર માંગણી પ્રશ્ને પેન ડાઉન કાર્યક્રમ યોજીને પેપર ચકાસણીની કામગીરી અડગા રહેતા તંત્ર મુંઝવણાં મુકાઇ ગયું હતું. આખરે બપોરે 2 કલાકે રાજયના મધ્યામિક શિક્ષક સંઘ સાથે મીટીંગ યોજીને પ્રશ્ન નિરાકરણ લાવવાની ખાતરી આપતાં 3 વાગ્યે શિક્ષકો પેપર ચકાસણી શરૂ કરી હતી.
આણંદ જિલ્લા માધ્મયિક શિક્ષક જસ્મીનભાઇ પટેલ અને મહામંત્રી અશ્વિનભાઇ પટેલે જણાવ્યું હતું કે,રાજય માધ્યમિક મહાશિક્ષકના આદેશ અનુસાર છેલ્લા ચાર દિવસ પડતર માગણીઓ જેવી કે વિદ્યા સહાયક તરીકે 5 વર્ષની નોકરી કરનાર શિક્ષકોની સળંગ નોકરી ગણવા, એરિયર્સના બાકી રહેલા હપ્તા તાત્કાલિક ચુકવવા, એક વર્ગની શાળામાં ત્રણ શિક્ષકો અને આચાર્ય મુકવા તેમજ જૂની પેન્શન યોજના પુનઃશરૂ કરવા સહિત માંગણી અંગે રાજય માધ્યમિક શિક્ષક સંઘે સોમવારે રાજય વ્યાપી પેન ડાઉન કાર્યક્રમ આપ્યો હતો.
જેમાં આણંદ-ખેડા જિલ્લાના 500 શિક્ષકો જેઓ પેપર ચકાસણીના કામ હતા તેઓ જોડાયા હતા.આણંદ ખાતે શારદા હાઇસ્કુલ અને એસ.બી.દેસાઇ હાઇસ્કુલ બાકરોલ ખાતે ધો-10 પેપર ચકાસણીમાં જોડાયેલા 250 શિક્ષકો પેન ડાઉન કાર્યક્રમમાં જોડાઇને સમયસર કેન્દ્ર હાજર થયા હતા.પરંતુ પેપર ચકાસણીના કામથી અડગા રહ્યાં હતા. સમગ્ર રાજયમાં પેપર ચકાસણીની કામગરી અટકી જતાં તાત્કાલિક સરકારે રાજય માધ્યમિક શિક્ષક સંઘ સાથે બેઠક કરીને તેઓને પ્રશ્નનું હલ કરાવાની ખાતરી આપી હતી. જેથી શિક્ષકો બપોરે 3 વાગ્યે પેપર ચકાસણીના કામ જોતરાઇ ગયા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.