શિક્ષકોની રજૂઆત:આણંદમાં શિક્ષકોએ મહારેલી યોજી જૂની પેન્શન યોજનાનો પુનઃ અમલ કરવાની માગ કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધારણીય અધિકાર દિવસ નિમિત્તે દેખાવ કાર્યક્રમો યોજ્યાં

આણંદના શિક્ષકો દ્વારા બંધારણીય અધિકાર દિન નિમિત્તે જૂની પેન્શન શરૂ કરવા મહારેલી યોજાઇ હતી. જેમાં 750થી વધુ કર્મચારી સૂત્રોચ્ચાર સાથે બાઇક અને કાર રેલી સ્વરૂપે નિકળી હતી.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના માર્ગદર્શન હેઠળ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, આણંદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, આણંદ નગરપાલિકા શિક્ષક સંઘ, આણંદ તાલુકાની પ્રુફ ટીમ અને અન્ય મંડળોએ એકત્રિત થઇ નવી પેન્શન યોજના બંધ કરી, જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપવા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણીય અધિકાર દિન નિમિત્તે આ કાર્યક્રમની શરૂઆતમાં સવારે લોટીયા ભાગોળ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ શ્રદ્ધા સુમન કરી અને પેન્શન અધિકારનું સંકલ્પ પત્રના વાંચન કરી સૌએ સંકલ્પ લીધા હતાં.

આણંદ તાલુકાના અંદાજે 750 કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે બાઇક અને કાર રેલી સ્વરૂપે લોટીયા ભાગોળથી ટાઉન હોલ, વિદ્યાનગર રોડથી ભાઇકાકા સ્ટેચ્યુ, ત્યાંથી જનતા ચોકડી, અમીન ઓટો, ઉમાભવન થઇ બાયપાસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સીટી પોઇન્ટ હોટલ થઇ આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઇ - બહેનો, મહિલા કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષક તથા બીઆરસી, સીઆરસી કો ઓર્ડીનેટર જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...