માગ:વડાપ્રધાનના જન્મદિને માસ CL પર જવા શિક્ષકોનું એલાન

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 8 હજાર શિક્ષકોએ મહારેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન આપી પડતર પ્રશ્નો પૂરા કરવા માગ કરી

જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ અંગે રાષ્ટ્રીય ઓન્ડ પેન્શન પુનઃ સ્થાપન મોરચા અને રાષ્ટ્રીયશૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અમદાવાદ,વડોદરા, આણંદ,ખેડા, છોટાઉદેપુર,પંચમહાલ,મહિસાગર અને દાહોદ જિલ્લાના 8 હજારથી વધુ શિક્ષકોએ આણંદ વ્યાયામ શાળા ખાતે રેલીકાઢીને સરકાર વિરૂધ્ધ દેખાવો કર્યા હતા. કલેકટર કચેરી જઇને આવેદનપત્ર આપીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

આણંદ જિલ્લા રાષ્ટ્રીયમહાસંધ અધ્યક્ષ નરેન્દ્રસિંહ મહીડાે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ગ્રાન્ટેડ શિક્ષકોને 4200 ગ્રેડ પે, પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ, સાતમા પગાર પંચ, ઘર ભાડા તથા અન્ય ભથ્થા સહિતની માંગણી ઓ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં કોઇ જ નિર્ણય લેવાતો નથી.

જેથી આણંદ ખાતે મધ્યમ ગુજરાતના 8 હજારથી વધુ શિક્ષકો ભેગા થઇને વ્યાયામ શાળાથી મહારેલી કાઢીને સરકાર આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. 22મી ઓગસ્ટ નો રોજ શિક્ષકો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂુર કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે જણાવ્યું હતું.

તેમ છતાં આજદિન સુધી કોઇ પગલા લેવાયા નથી .જેથી આણંદ આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સરકારમાં અમારી રજૂઆત પહોંચાડવા માટે જણાવ્યું હતું. તેમ છતાં સરકાર દ્વારા આગામી દિવસો કોઇ જ નિર્ણય નહીં લેવાય તો નવી રણનીતિ ઘટીને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

શિક્ષકો 17મીઅે માસ સીઅેલ પર જશે
જૂની પેન્શન યોજના સહિતના પડતરપ્રશ્નો અંગે સરકાર દ્વારા 5 દિવસ કોઇ જ નિર્ણય નહીં લેવાય તો મધ્યમ ગુજરાના શિક્ષકો 17મી સપ્ટેમ્બરના રોજ માસ સીલ પર જશે.તેમજ 23મી સપ્ટેમ્બરે પેનડાઉન કાર્યક્રમ યોજીને વિરોધ નોંધાવશે.તેમ છતાં સરકાર કોઇ નિર્ણય નહીં લે તો 30મી રાજય સંગઠનના માર્ગદર્શન હેઠળ આંદોલન અંગેની નવી રણનીતિ ઘટવામાં આવશે.> નરેન્દ્રસિંહ મહિડા, અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,આણંદ

અન્ય સમાચારો પણ છે...