વિદ્યાધામ વિદ્યાનગરમાં ઘરે અભ્યાસ કરાવવા આવતા આઈ.બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલના શિક્ષકે સગીર વયની વિદ્યાર્થિનીને ઓછા માર્ક્સ આપવાની ધમકી આપી જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ ઉપરાંત આ બાબતે કોઇને ન કહેવા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ માતા - પિતાને વાત કરતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ હવસખોર શિક્ષક ઝડપાઇ ગયો છે. વિદ્યાનગરની આઈ.બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાંખતું કૃત્ય આચર્યું હતું. શિક્ષકે વર્ગમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિ ઇંગ્લીશ વિષયમાં નબળી હોવાથી તેને વધુ અભ્યાસ કરાવવા તેના ઘરે જતો હતો. માર્ચ માસ દરમિયાન તેના ઘરે જઇ ટ્યુશન શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન વિદ્યાર્થિનીના ઘરે કોઇ ન હોવાથી શિક્ષકની દાનત બગડી હતી અને તેણે કોમ્પ્યુટરના પેપરમાં માર્ક્સ નહીં અપાવે તેમજ બોર્ડની પરીક્ષાના પેપર તેઓ ચેક કરવાના હોય પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધાક ધમકીઓ આપી વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. અવાર નવાર મરજી પડે ત્યારે દૂષ્કર્મ આચરતાં હોવાથી વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો હતો. આથી, શિક્ષકે તેને આ બાબતે કોઇને જાણ કરીશ તો હું તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી.
આખરે આ બાબતે વિદ્યાર્થિનીએ માતા-પિતાને વાત કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાનગર પોલીસની સઘન તપાસને અંતે ગણતરીના કલાકો આ હવસખોર શિક્ષકને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા યુવતી અને આ લંપટ શિક્ષકની મેડિકલ તપાસ માટે કાર્યવાહી કરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.