પરિણીતાની સાસરિયા સામે ફરિયાદ:તારાપુરની પરિણીતાને શંકાશીલ પતિએ મારમારી ત્રાસ આપ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડા સંબંધનો વ્હેમ રાખી મારઝુડ કરી મારી નાંખવાની ધમકી આપી

તારાપુરમાં રહેતી પરિણીતાને પાદરા રહેતા શંકાશીલ પતિએ અપશબ્દ બોલી મારઝુડ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે પતિ ઉપરાંત સાસુ - સસરા સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તારાપુરમાં રહેતા મોહનભાઈ પરમારની દીકરી ગીતાબહેનના લગ્ન સંજયભાઈ લાલજીભાઈ દુલેરા (રહે.પાદરા) સાથે થયાં હતાં. આ લગ્ન બાદ સાસરે આવ્યાના થોડા સમય બાદ જ પતિએ આડા સંબંધનો વ્હેમ રાખી અપશબ્દ બોલી મારઝુડ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત સાસુ ધનીબહેન અને સસરા લાલજીભાઈએ પણ અપશબ્દ બોલી ગીતાબહેનને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ગીતાબહેને તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સંજય, ધનીબહેન અને લાલજીભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...