તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દનાક ઘટના:તારાપુર-વટામણ હાઇવે ઠેર ઠેર ડાયવર્ઝન, ભાવનગરના એક જ પરિવારના નવ લોકોનો જીવ લીધો

આણંદ3 મહિનો પહેલા
હસ્ત મેળાપ કરાવીને પરત ફરેલાં ભાવનગરના પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર મોત સાથે મિલાપ થઈ ગયો
  • ટ્રક અને ઇકો ગાડીનો અકસ્માત થતાં અજમેરી પરિવારના સભ્યોના મોત
  • હાઇવે દોઢ વર્ષમાં બનીને તૈયાર થવાનો હતો પણ 30 મહિના વિત્યાં છતાં ડાયવર્ઝન

જલગાવમાં હસ્ત મેળાપ કરાવીને પરત ફરેલાં ભાવનગરના પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર મોત મિલાપ થઈ ગયો. તારાપુર વટામણ હાઇવે મોતનો હાઇવે થઈ રહ્યો છે. એક તો કામ ધીમું ચાલે છે અને જેને કારણે ઠેર ઠેર ડાયવર્ઝન હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. બુધવારે ટ્રક અને ઇકો ગાડીનો અકસ્માત થતાં ભાવનગરના વરતેજ ગામના એક જ પરિવારના નવ લોકોના મોત થયાં.

વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત થયો
પ્રાપ્ત માહિતી મુજબ મૃતક મુસ્તાક ડેરૈયા અને સીરાજ અજમેરી એક વિસ્તારમાં રહેતા હોવાથી બન્ને કૌટુંબિક મિત્રાચારી હતી. મુસ્તાકના લગ્નની વાતો ચાલતી હોવાથી સીરાજભાઈના સંબંધીની દીકરી માટે પણ છોકરો શોધતા હોવાની વાત જામી હતી. જે માટે સીરાજભાઈ અજમેરી તેમના બેન બનેવી અને બે બાળકો સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદ-જલાગાવ ખાતે મુસ્તાક ડેરૈયા અને તેના મામા રહીમભાઈ સૈયદ સાથે લગ્નના મન મિલાપ માટે પહોંચ્યા હતા. જ્યાં આ સામાજિક કાર્ય પૂર્ણ કરી ખુશહાલીમાં સૌ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન સવારે આ ગમખ્વાર અકસ્માત ઘટ્યો હોવાની ઘટના બની છે.

ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો સભાળ્યો હતો અને મૃતકોની ઓળખ કરી તેમનાના પરિવારજનોને જાણ કરી હતી. આ દર્દનાક ઘટનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી કામે લાગી ગયું હતું. તારાપુર પોલીસે આ પરત્વે કાયદેસર ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.

શબવાહીની થકી મૃતકોના મૃતદેહને તેમના માદરે વતન​​​​​​​ મોકલાયા
​​​​​​​તારાપુર રેફરલ હોસ્પિટલ ખાતે મૃતકોના પીએમ કરાયા બાદ તમામ મૃતદેહોને તેમના પરિવારજનોને સોપવામાં આવ્યા હતા. જે જિલ્લાની 04 નગરપાલિકાની શબવાહીની થકી મૃતકોના મૃતદેહને તેમના માદરે વતન મોકલવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, સીરાજભાઈ અજમેરીના પરિવારમાં ભારે મોટી આફત આવી પડી છે. ઘરમાં માત્ર સીરાજભાઈના 75 વર્ષીય પિતા માત્ર જ રહ્યા છે. સીરાજભાઈ અને તેમના પત્ની મુમતાઝ તેમજ દીકરો રઈસ તેમજ સીરાજભાઈના બેન અનિશાબેન તેમજ બનેવી અલતાફભાઈ અને તેમની દીકરી મુસ્કાનનું દર્દનાક મોત નિપજતા ઘરમાં માત્ર પિતા જ રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ગમગીની ઉભી કરી છે.

આ બાબતે ડીએસપી અજિત રાજીયાનના જણાવ્યા અકસ્માતના કારણ બાબતે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પકડાય તે બાદ સાચું કારણ જાણી શકાય તેમ છે. હાલ આરટીઓ અને એફએસએલ દ્વારા સ્થળ તપાસ કરાવવામાં આવી છે.

મૃતક રહીમભાઈના નાના ભાઈન દીકરા શાહિદ સૈયદે જણાવ્યા મુજબ તેઓ ગઇકાલે રાત્રીના 11:30 વાગ્યાના આસપાસ વાત થઈ ત્યારે ગાડી બારડોલી પહોંચી હતી. જે સવારે 08 વાગ્યાની આસપાસ ભાવનગર પહોંચશે તેમ જણાવ્યું હતું.

સરકારનો વાયદો પૂરનો ન થયો
મ​​​​​હત્વનું છે કે, ગત લોકસભાની ચૂંટણી પહેલા 2018માં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ માર્ગ દોઢ વર્ષમાં બનીને તૈયાર થઈ જશે તેમ જણાવ્યું હતું. જોકે, આજે તે વાત વાયદો બને 30 માસથી વધુ વીતી ગયો છે છતાં કામ હજુ અધૂરું છે. ઠેર ઠેર ડાયવર્ઝન ને લઈ આ માર્ગ અકસ્માત ઝોન બની મોતનો માર્ગ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...